રાજકોટ ટીઆરપી ગેમઝોનની દુર્ઘટનામાં કેટલાય લોકોએ તેમના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે.કેટલાકે પોતાના પિતા ગુમાવ્યા તો કેટલાકે પોતાના ભાઈ-બહેન. કેટલાક એવા વ્યક્તિઓ પણ છે જે બીજાને બચાવવા અંદર રહ્યા અને પોતાનો જીવ ગુમાવ્યો. આ ઘટનામાં લોકોને હચમચાવી મુકે તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. 4 મુતદેહની ઓળખ થઇ અને તેમના પરિવારને મૃતદેહ સોંપતા ચારે તરફ શોકમગ્ન વાતાવરણ જોવા મળતું હતું. મૃતદેહ સોંપાયા બાદ લોકો કંપી ઉઠે તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જયારે 4 બહેનોના એકના એક ભાઈનો મૃતદેહ તેમને સોંપવામાં આવ્યો હતો. આ મૃતદેહ યાત્રાધામ વીરપુરના એક યુવકનો છે. તેની ચાર બહેનોના હૈયાફાટ રુદન જોઇને ત્યાં હાજર લોકોની આંખો પણ ભીની થઇ હતી. મૃતકનું નામ જીગ્નેશ ગઢવી છે. તે ગેમ ઝોનમાં નોકરી કરતો હતો અને ઘટનાના 20 દિવસ પહેલા જ તે નોકરીએ લાગ્યો હતો. મૃતદેહ તેના વતન વીરપુર લાવવામાં આવતાં ત્યાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પરિવારજનોના હૈયાફાટ રૂદને વાતાવરણને ગમગીન બનાવી દીધું હતું.
યુવકના મોતથી તેના 10 વર્ષના પુત્રએ પિતાની છાયા ગુમાવી હતી તો બહેનોએ તેના એકના એક ભાઈને ગુમાવ્યો છે. વીરપુરમાં યુવકની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મૃતકના પરિવારજનોએ દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી તંત્ર પાસે માંગ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech