ઘાંઘળી-સિહોર રોડ પરથી પોલીસે વિદેશી દારૂની ૧૨૫ બોટલો કિ.રૂ.૭૫,૭૬૭ અને ફોર વ્હીલ સહીત કુલ કિ.રૂ.૪,૮૦,૭૬૭ નાં મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફ ને બાતમીરાહે હકિકત મળેલ કે, મયુરસિંહ ઉર્ફે કપી અનિરૂધ્ધસિંહ રાણા રહે.મોટા ટીમલા ગામ, તા.લીંમડી, જી.સુરેન્દ્રનગર તેની બલેનો ફોર વ્હીલ નં.ૠઉં-૧૩-ઈઉ-૩૩૨૦ માં ગેર કાયદેસર વિદેશી દારૂનો જથ્થો લઇ ઘાંઘળી થી શિહોર તરફ આવે છે.જે બાતમી આધારે શિહોર-ઘાંઘળી રોડ, સીતારામ ઇન્ડ્રશીયલ પાર્કની સામે જાહેર રોડ ઉપર વોચમાં ઉભા રહી મયુરસિંહ ઉર્ફે કપી અનિરૂધ્ધસિંહ રાણા (ઉ.વ.૩૨ ધંધો ખેતી રહે.મોટા ટીમલા ગામ, તા.લીંમડી, જી.સુરેન્દ્રનગર)ને ઝડપી લઈ પૂછતાછ કરતા કૃષ્ણદેવસિંહ ઉર્ફે કે.વી. વનરાજસિંહ ગોહિલ (રહે.રંડોળા ગામ, તા.પાલીતાણા, જી.ભાવનગર)નું નામ આપતા કારમા રહેલ રોયલ ચેલેન્જ ફાઈન રિઝર્વ વ્હિસ્કી ૭૫૦ ખક ફોર સેલ ઇન પંજાબની બોટલો નંગ-૩૬ કિ.રૂ.૨૫,૦૫૬, મેકડોવેલ નંબર-૦૧ ઓરિજનલ બ્લેન્ડેડ વ્હિસ્કી ૭૫૦ ખક ફોરસેલ ઇન પંજાબની બોટલો નંગ-૫૬ કિ.રૂ.૩૧,૪૭૨,રોયલ એસ પ્રીમિયમ બ્લેન્ડેડ વ્હિસ્કી ૭૫૦ ખક ફોર સેલ ઇન પંજાબની બોટલો નંગ-૧૨ કિ.રૂ.૬,૫૮૮,
ઓલ સન્સ ગોલ્ડ કલેક્શન રિઝર્વ વ્હિસ્કી ૭૫૦ ખક ફોર સેલ ઇન પંજાબની બોટલો નંગ-૦૯ કિ.રૂ.૬,૬૫૧, રોયલ ગ્રીન રિચ બ્લેન્ડેડ વ્હિસ્કી ૭૫૦ ખક ફોર સેલ ઇન પંજાબની બોટલો નંગ-૧૨ કિ.રૂ.૬૦૦૦ અને બલેનો ફોર વ્હીલ ગાડી નંબર ૠઉં-૧૩-ઈઉ-૩૩૨૦ કિ.રૂ.૪,૦૦,૦૦૦ તેમજ મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦ સહીત મળી કુલ કિ.રૂ.-૪,૮૦,૭૬૭નો પ્રોહીબિશનનો મુદ્દામાલ કબ્જે કરી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળા, પોલીસ ઇન્સ. પી.બી.જેબલીયા, સ્ટાફના અજીતસિંહ મોરી, હીરેનમાઇ સોલંકી, અરવિંદભાઇ મકવાણા, અર્જુનસિંહ ગોહિલ, કુલદીપસિંહ ગોહિલ, હસમુખભાઇ પરમાર અને પ્રજ્ઞેશભાઇ પંડયા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ
May 05, 2025 06:25 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પાક સુરક્ષિત કરવા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શન
May 05, 2025 06:21 PMજામનગર જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.61% વિજ્ઞાન પ્રવાહનું ૯૦.૮૫% પરિણામ
May 05, 2025 05:48 PMગંભીર ઘટનાને અંજામ આપે તે પૂર્વે જ ચાર શખ્સોને ઘાતક હથિયારો સાથે પોલીસે ઉપાડી લીધા
May 05, 2025 05:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech