જામનગરના રણજીતસાગર રોડ ખાતે આવેલા ગોકુલદર્શન સોસાયટીમાં બાતમીના આધારે દરોડો પાડીને એક શખ્સને ઇંગ્લીશ દારૂના જંગી જથ્થા સાથે પકડી લેવામાં આવ્યો હતો કુલ ૪.૨૮ લાખનો મુદામાલ જપ્ત કરાયો છે, તપાસ દરમ્યાન બે શખ્સના નામ ખુલ્યા છે. આ ઉપરાંત શહેરના સમર્પણ સર્કલ, ઓશવાળ હોસ્પીટલ રોડ, ગુલાબનગર, જામજોધપુર અને પાતા મેઘપર રોડ પર દારૂ સાથે કુલ ૬ શખ્સો ઝપટમાં આવ્યા હતા.
સીટી-એ ડીવીઝન પીઆઇ એન.એ. ચાવડાની સુચના મુજબ સ્ટાફના ઋષીરાજસિંહ, કિશોરભાઇ ગાગીયા, પ્રદિપસિંહને ચોકકસ બાતમી મળેલ કે રણજીતસાગર રોડ પર ગોકુલદર્શન સોસાયટી શેરી નં. ૫માં રહેતો કપિલ ધર્મેન્દ્ર મંગી નામના શખ્સે પોતાના ભોગવટાના મકાનમાં વિદેશી દારૂ રાખીને વેચાણ કરે છે.
જે હકીકત આધારે દરોડો પાડી કપિલ મંગીને પકડી લીધો હતો તેની પાસેથી અલગ અલગ બ્રાન્ડની શરાબની ૪૬૮ બોટલ અને એક મોબાઇલ મળી કુલ ૪.૨૮.૬૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો, પુછપરછ કરતા દારૂ પુરો પાડનાર તરીકે હવાઇચોક ભાનુશાળીવાડમાં રહેતા કૌશીક ઇશ્ર્વર કનખરા તથા જામનગરના સંદિપ રાજેશ સોમૈયાના નામ ખુલ્યા હતા જે બંનેને ફરાર જાહેર કરી તપાસ લંબાવવામાં આવી છે.
આ ઉપરાંત શહેરના મેહુલનગર પ્રગતી પાર્કમાં રહેતા નિરવ બાબુ અજુડીયાને ઇંગ્લીશ દારૂની ૫ બોટલ સાથે સમર્પણ સર્કલ પાસેથી પકડી લેવાયો હતો, શંકરટેકરી વાલ્મીકીવાસમાં રહેતા સાવન ભરત વાઘેલાને એક બોટલ સાથે ઓશવાળ હોસ્પીટલ રોડ પરથી પકડી લીધો હતો, જયારે જામજોધપુર મીની બસ સ્ટેન્ડ પાસે રહેતા અનિલ જીવન કવૈયાને શરાબના ૩ ચપટા સાથે સ્થાનીક પોલીસે દબોચી લીધો હતો. જયારે જામનગર ગુલાબનગરના ફીરોજ જુમા સુધાગુનીયાને ૧૨ ચપટા સાથે સંજરી ચોકમાંથી દબોચી લીધો હતો.
અન્ય દરોડામાં કાલાવડના નિકાવા પોસ્ટ ઓફીસ સામે રહેતા વેપાર કરતા શેખર ઉર્ફે લાલો સુરેશ વિષ્ણુ સ્વામી અને આણંદપર પ્લોટ વિસ્તારમાં રહેતા ધર્મેશ ઉર્ફે ધમો રાજેશ બગડા આ બંનેને પાતા મેઘપરની ગોળાઇ પાસેથી ઇંગ્લીશ દારૂની પાંચ બોટલ તથા મોટરસાયકલ નં. જીજે૩જેએસ-૦૪૬૯ મળી કુલ ૧૭૫૦૦ના મુદામાલ સાથે પકડી લેવાયા હતા.