BREAKING NEWS

જામનગર : ખોડીયાર કોલોનીમાં ફ્લેટમાંથી શરાબના જંગી જથ્થા સાથે એક ઝડપાયો

  • February 06, 2026 06:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં બાતમીના આધારે એલસીબીએ ફલેટમાં દરોડો પાડીને એક શખ્સને વિદેશી શરાબની નાની મોટી ૩૫૪ બોટલ સહિત ૧.૭૭ લાખના મુદામાલ સાથે પકડી લીધો હતો, તપાસ દરમ્યાન મહિલા બુટલેગરનું નામ ખુલ્યુ હતું જેની શોધખોળ આદરવામાં આવી છે. 


ઇન્ચાર્જ એસપી પ્રતિભાના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોસઈ. સી.એમ.કાંટેલીયા તથા પોસઇ.  એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા.ત્યારે  મળેલ ખાનગી હકિકત આધારે જામનગર ખોડીયાર કોલોની રાજ ચેમ્બર પાછળ ગીરધરનગર એપાર્ટમેન્ટમા  બ્લોક નં. બીમાં રહેતો યુવરાજસિંહ કનુભા ચુડાસમાના કબ્જામાંથી નાની મોટી દારૂ ની ૩૫૪ નંગ બોટલ નો જથ્થો મળી આવતાં રૂ.૧,૭૨,૬૦૦ ની કિંમત નો ઈંગ્લીશ દારૂ કબજે કરી આરોપી ની અટકાયત કરી હતી. 


આ દા‚નો જથ્થો જામનગર રહેતી  રીટાબેન નામની મહિલા સાથે મળી દારૂનું વેચાણ કરતો હોવાની  આરોપી એ કબૂલાત આપી હતી, જેથી રીટાબેન નામની મહિલાને ફરારી જાહેર કરી તેણીની શોધખોળ હાથ ધરી છે. 
​​​​​​​

આ ઉપરાંત દિ.પ્લોટ ૫૪ વિશ્રામ વાડી પાછળ રહેતા રાહુલ મહેશ ગોરી નામના શખ્સને અલગ અલગ બ્રાન્ડની શરાબની ૪ બોટલ સાથે સીટી-એ પોલીસે પકડી લીધો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application