ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી જાહેર થતા જ ભાજપ્ના બે જુથો વચ્ચે ટીકીટની ભારે ખેંચતાણ રહ્યા બાદ આખરે પાર્ટીએ જુના જોગીઓને ટીકીટ આપતા બીજા જુથે કોંગ્રેસનો પાલવ પકડતા પ્રદેશ લેવલ સુધી તેના પડઘા પડયા હતાં. કોંગ્રેસનો પાલવ પકડનાર જુથને પણ પડદા પાછળ સપોર્ટ કરી રહ્યું છે તે સમગ્ર ભાયાવદરની જનતા જાણે છે. ત્યારે ગઇકાલે પરિણામ જાહેર થતાં કુલ 24 બેઠકોમાંથી ભાજપ્ને 15 બેઠકો પર વિજય થતાં પાલિકામાં ભાજપ્નું શાસન ફાઇનલ થયું છે. વિજય સરઘસ નિકળતા તેમાં વિશાળ સંખ્યામાં વેપારીઓ, નાગરીકો જોડાયા હતાં.
ગઇકાલે ક્ધયાશાળા સ્કુલમાં 24 બેઠકો માટે મતગણતરી યોજાતા વોર્ડ નં.1માં ભાજપ્ના ઇલાબેન રામાણી, લાભુબેન ખાંભલા, આનંદભાઇ ભલાણી, વોર્ડ નં.2માં ઝાંઝીબેન ખાંભલા, ભારતીબેન સિણોજીયા, ભગવાનજીભાઇ પરસાણીયા, સંજયભાઇ પરમાર, વોર્ડ નં.4માં સરોજબેન મેરાણી, રેખાબેન સિણોજીયા, જગદીશભાઇ ભોજાણી, રવિન્દ્રસિંહ ચુડાસમા, વોર્ડ નં.5માં આરતીબેન ટાંક, માયાબેન વાછાણી, નિરજકુમાર મકવાણા અને સરજુભાઇ માકડિયાનો ભવ્ય વિજય થયો હતો.
ભાયાવદર નગરપાલિકાની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી. એક તરફ તમામ સમાજને સાથે લઇ ચાલનાર જુના ભાજપ્ના જોગીઓ અને બીજી તરફ ભાજપમાંથી પક્ષ પલ્ટો કરી કોંગ્રેસનો પાલવ પકડનાર જુથ વચ્ચે ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપ્ને જીતાડવા વનમેન આર્મી ઇન્દ્રવિજયસિંહ ચુડાસમાનું માઇક્રો પ્લાનિંગ રંગ લાવ્યું હતું. જેમાં તમામ સમાજનો સહકાર મળતા ભાજપ્નો 15 બેઠકો ઉપર ભગવો લહેરાયો હતો. વોર્ડ નં.1માં કોંગ્રેસના ઉમેદવાર સામે ભાજપ હાઇકોર્ટના દ્વારા ખખડાવે તો નવાઇ નહીં. ભાજપ્ના વિજેતા બનેોલા 15 ઉમેદવારોનું ભવ્ય વિજય સરઘસ નીકળતા લોહાણા સમાજના પ્રમુખ શશીકાંતભાઇ હિંડોચા, રબારી સમાજના પ્રમુખ બાવનજીભાઇ કરોતરા, મુસ્લિમ સમાજના ઇસ્માઇલભાઇ ઠાસરીયા, ગુલમામદ ઠેબા, દરજી સમાજના પ્રમુખ મહેશભાઇ વાંઝા, સોની સમાજના પ્રમુખ દેવેનભાઇ લાઠીગરા, ક્ષત્રિય સમાજના પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા, કોળી સમાજના પ્રમુખ ચીનાભાઇ પરમાર, સતવારા સમાજના પ્રમુખ રમણીકભાઇ પરમાર, મોચી સમાજના પ્રમુખ દિપક પરમાર, મદન મોહન લાલજીની હવેલીના પ્રમુખ અમૃતભાઇ ફળદુ, દલીત સમાજના આગેવાન સોમભાઇ મકવાણા, દિનેશભાઇ બલવા, અળશીભાઇ ડોડીયા, ભાજપ્ના શહેર પ્રમુખ ધવલભાઇ ધમસાણીયા, ભાજપ્ના આગેવાન અતુલભાઇ વાછાણી, સરજુભાઇ માકડીયા, દિપકભાઇ મેરાણી, હાર્દિકભાઇ રામાણી સહિત સમાજ શ્રેષ્ઠ ીઓ સામાજિક સંસ્થાના આગેવાનોએ ફુલહાર કરી શુભેચ્છા આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનાના ભાવમાં મોટો ઘટાડો, 1300 રૂપિયાથી વધુનો ઘટાડો, ચાંદીના ભાવ પણ તૂટ્યા
April 04, 2025 10:44 PMટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech