કપડાં હોય કે રમકડાં હોય કે અન્ય કોઈ વસ્તુ જો તે ગુલાબી રંગની હોય તો તે સ્ત્રીઓ સાથે સંકળાયેલી હોય છે. ગુલાબી હોઠ અને ગાલ પર પણ ઘણા ગીતો બન્યા છે. આ રંગને સ્ત્રીઓનો રંગ માનવામાં આવે છે. ગુલાબી રંગ બજારમાં એવી રીતે વેચાઈ રહ્યો છે કે લોકો તેને મહિલાઓ સિવાય જોઈ શકતા નથી. પરંતુ એક સમયે તેનો ઉપયોગ પુરુષો માટે થતો હતો.
એક સમયે ગુલાબી રંગને શક્તિ, રાજવીપણા અને ઉચ્ચ વર્ગનું પ્રતિક માનવામાં આવતું હતું. તે ખાસ કરીને પુરુષો દ્વારા પહેરવામાં આવતું હતું. પરંતુ બદલાતા સમય, ફેશન અને માર્કેટિંગ સાથે તે મહિલાઓ સાથે આ રંગને જોડવામાં આવ્યો. માહિતી અનુસાર, ગુલાબી રંગને સૌપ્રથમ ઇસવીસન પૂર્વે 800 વર્ષ પહેલા હોમરના ઓડિસીમાં ઓળખવામાં આવ્યો હતો. ત્યારબાદ 17મી સદીમાં ગ્રીક વનસ્પતિશાસ્ત્રીઓ દ્વારા ફૂલોના કિનારીઓનું વર્ણન કરવા માટે આ રંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
યુરોપમાં ગુલાબી રંગનો ઉપયોગ શક્તિ અને જુસ્સાના પ્રતિક તરીકે થતો હતો. ૧૮મી સદી સુધી આ રંગ કોઈપણ પુરૂષ કે સ્ત્રી સાથે સંકળાયેલો ન હતો. તે લાલ રંગનું હળવું સંસ્કરણ હોવાથી તેને લોહી અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. તે સમયે પુરુષો અને સ્ત્રીઓ બંને દ્વારા ગુલાબી રંગના કપડા પહેરવામાં આવતા હતા. આ ઉપરાંત ફ્રાન્સના રાજા લુઇસનીમેડમ પી પોમ્પાડોરે ગુલાબી રંગને વધુ લોકપ્રિય બનાવ્યો. આ પછી તે પોમ્પાડોર પિંક તરીકે જાણીતું બન્યું.
પછી ૧૯મી સદીમાં, રંગોને લિંગના આધારે જોડવાનું શરૂ થયું. તે સમયે, ગુલાબી રંગ છોકરાઓ સાથે સંકળાયેલો હતો, જ્યારે વાદળી રંગ કોમળતાનું પ્રતિક માનવામાં આવતો હતો. એટલા માટે તેને છોકરીઓ સાથે જોડવામાં આવ્યું. પછી 20મી સદીમાં પરિવર્તન આવ્યું અને 1940-50ના સમયગાળામાં, ગુલાબી રંગને મહિલા શક્તિ અને એકતાનું પ્રતિક માનવા લાગ્યું. આનું મુખ્ય કારણ માર્કેટિંગ હતું. એક રણનીતિ તરીકે, કંપનીઓએ મહિલાઓ માટે બનાવેલા ઉત્પાદનોમાં ગુલાબી રંગનો ઉપયોગ કર્યો અને તે તેમની ઓળખ બની ગઈ. ૧૯૫૦માં, યુએસ ફર્સ્ટ લેડી મેમી આઈઝનહોવરે ઉદ્ઘાટન સમારોહમાં ગુલાબી રંગ પહેર્યો હતો અને તે ફેશન સ્ટેટમેન્ટ બની ગયું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech