સંજય લીલા ભણસાલીની ‘હીરામંડી’માં તાજદારનું પાત્ર ભજવીને ફેમસ થયેલા અભિનેતા તાહા શાહે પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરીને એવા ઘણા ખુલાસા કર્યા છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. તાહા ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવા માટે ઘણા સમયથી મહેનત કરી રહ્યો હતો પરંતુ 14 વર્ષના લાંબા સંઘર્ષ બાદ પણ તે જ્યાં પહોંચવા માંગતો હતો ત્યાં તે ન પહોંચી શક્યો. અભિનેતા ઓડિશન માટે જતો હતો ત્યાં તેને પૈસા પણ ચૂકવવ પડતા હતા અને તેમની સાથે ઘણી વખત છેતરપિંડી પણ થઇ હતી. તે બોલિવૂડની પાર્ટીઓમાં પણ કોન્ટેક્ટ કરવા જતા હતા જેથી તેમને કામ મળી શકે.
ઈન્ટરવ્યુમાં તાહાએ કહ્યું હતું કે, 'હું આ વાત કેમેરા પર કહું છું, હું પાર્ટીઓમાં કોન્ટેક્ટ કરવા બનાવવા માટે જાઉં છું. મેં કાસ્ટિંગ ડિરેક્ટર્સને કૉલ કરવાનો પ્રયાસ કર્યો અને તેઓએ છ વર્ષ સુધી મારા કૉલનો જવાબ આપ્યો નહીં. અભિનેતાએ આગળ કહ્યું કે તે તેના કેલેન્ડર પર લોકોના નામ લખતો હતો જેથી તે કામ વિશે પૂછવા માટે આવતા બે અઠવાડિયામાં ફરીથી ફોન કરી શકે. હવે દરેક લોકો મારા કૉલનો જવાબ આપશે. અભિનેતાએ કહ્યું કે તે કામ મેળવવા માટે એટલો ક્રેઝી હતો કે તે દિવસમાં 40 કોલ કરતો હતો. પરંતુ તેને ક્યાંયથી કામ નહોતું મળ્યું.
તાહા શાહે વધુમાં જણાવ્યું કે તે એક રોલ માટે 13 કલાક લાઈનમાં ઉભો રહ્યો. આખરે જ્યારે તેને રોલ મળ્યો ત્યારે તેણે છોડવું પડ્યું કારણ કે તેણે ચાર વર્ષના કરાર પર હસ્તાક્ષર કરવાના હતા. અભિનેતાએ એ પણ કબૂલ્યું કે ક્યારેક તે ઓડિશન માટે 10,000 રૂપિયા અને ક્યારેક 7,000 રૂપિયા ચૂકવતો હતો. અંતે તેને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થાય છે. આ બધા પછી પણ તાહા શાહે હાર ન માની અને કામ માટે પ્રયત્ન ચાલુ રાખ્યા. હવે હીરામંડી સાથે અભિનેતાનું નસીબ બદલાઈ ગયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
June 06, 2025 03:46 PMઉગલવાણ ગામે યુવાનનો વ્યાજખોરના ત્રાસથી મરવા મજબુર બની આપઘાત
June 06, 2025 03:26 PMભાવનગરના યુવાન સાથે મુંબઈ, પટના અને અમરેલીના શખ્સોએ કરી ઠગાઈ
June 06, 2025 03:24 PMનશો કરી ડમ્પરના પાછલા ટાયર પાસે સુઈ ગયેલો યુવાન ડમ્પર રિવર્સ આવતા ચગદાયો
June 06, 2025 03:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech