ભગવાન શિવજીની આરાધનાના પર્વ પવિત્ર શ્રાવણ માસની શરૂઆતથી જ ઠેર-ઠેર શિવ ભક્તો શિશ ઝૂકાવી શિવજીને પ્રસન્ન કરી રહ્યા છે. ત્યારે વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના પવિત્ર બીજા સોમવારે તા. ૧૨-૦૮ના રોજ કષ્ટભંજનદેવને શિવજીસ્વરુપ પ્રતિકૃતિવાળાનો વિશેષ શણગાર કરાયો છે. આજે સવારે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ (અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી.
શ્રાવણ માસ દરમિયાન હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન તેમજ દર સોમવારે નીલકંઠ મહાદેવ મંદિર ખાતે દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવપૂજન કરવામાં આવશે. દરરોજ સવારે ૭ થી ૧૦ વાગ્યે આયોજન કરવામાં આવેલ. હરિપ્રકાશ સ્વામીએ હનુમાનજી મંદિર પરિસરમાં સ્થિત નિલકંઠ મહાદેવ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હરિપ્રકાશ સ્વામીએ શિવજીની પૂજા કરીને ભક્તો માટે મંગલ કામના કરી હતી. શ્રાવણ માસના સોમવારે-દિવ્ય શણગાર સાથો સાથ આજે કષ્ટભંજન દેવ હનુમાનજીને દાદાને અન્નકૂટ પણ ધરાવાયો છે.
આજે દાદાને કરાયેલાં શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે, આજે શ્રાવણ માસના બીજા સોમવાર નિમિત્તે કષ્ટભંજન દેવ હનુમાનજીને વિશેષ વાઘા અને સિંહાસને શિવ સ્વરૂપ દર્શનનો દિવ્ય શણગાર કરાયો છે. દાદાના વાઘા રાજકોટમાં સાત દિવસની મહેનતે એક ભક્તે તૈયાર કર્યા છે. જ્યારે દાદાના સિંહાસને કરાયેલો શણગાર કરતાં ભક્તોને પણ સાત દિવસનો સમય લાગ્યો હતો. જેમાં શિવજી, વાસુકિ નાગ, ડમરું, શિવલિંગ અને નંદી ગાયની પ્રતિકૃતિ બનાવી છે. આ શણગાર અહીં કરતાં ૬ સંતો, પાર્ષદ અને ભક્તોને ૪ કલાકનો સમય લાગ્યો હતો.શ્રાવણ માસ દરમિયાન હરિ મંદિર દિવ્ય હિંડોળાના આ અનેરા દર્શનનો લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકુતિયાણાની શ્રી રાઘવ-માધવ ગૌશાળા ખાતે ખાતરની થઈ હરરાજી
April 28, 2025 03:52 PM20 રૂપિયા લઈ મેગી લેવા માટે જવું છું તેવું કહી 16 વર્ષની સગીરા ઘરેથી લાપત્તા
April 28, 2025 03:52 PMઆતંકવાદીઓનો ખાત્મો કરવા પોરબંદરની કોલેજીયન યુવતીઓએ પણ બતાવી તત્પરતા
April 28, 2025 03:51 PMસાયબર ફ્રોડનો ભોગ બનેલા દસ લોકોને છ લાખ પિયા અપાવ્યા પરત
April 28, 2025 03:50 PMકીડી જેવા નાના જીવો માટે ૫૫૫૫ શ્રીફળ થયા તૈયાર
April 28, 2025 03:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech