મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ૩૨મા આંતર કોલેજ ભાવ સ્પંદન યુવક - સમય મહોત્સવના બીજા દિવસે શુક્રવારેસ્પર્ધકો દ્વારા પ્રતિભા અને સર્જનાત્મકતાનું પ્રદર્શન કરી વિવિધ સ્પર્ધાઓમાં ઉમંગભેર ભાગ લીધો હતો. સર્જનાત્મકતાનું અદભૂત પ્રદર્શનની સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો.
બીજા દિવસે પણ સ્પર્ધામાં વિદ્યાર્થીઓની સંખ્યા કરતા વિદ્યાર્થીનીઓની સંખ્યા વધુ પ્રમાણમાં જોવા મળી હતી. આ તકે યુનિવર્સિટીના વિવિધ અધ્યાપકોએ યુવક મહોત્સવમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવેલ તેમજ રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યુનિવર્સિટી અને ભાવનગરનું પ્રતિનિધિત્વ કરીને નામ રોશન કરો, તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
યુવક મહોત્સવના બીજા દિવસે સમુહ ગીત, લોકગીત, લોકવાદ્યવૃંદ, શાસ્ત્રીય નૃત્ય, શાસ્ત્રીય ગાયન, શાસ્ત્રીય વાદન, નિબંધ, રંગોળી સ્પર્ધા યોજાઇ ગઇ જ્યારે વક્તત્વ સ્પર્ધામાં ભારતની વિદેશનીતી- કેટલી કારગત ? ઈન્ટરનેટ અદ્રશ્ય થઈ જાય તો? રોજ પરીક્ષા,રોજ પરીક્ષા રોજ પરીક્ષા દઈએ આત્મહત્યા એ ઉકેલ ખરો ? કોરોના- ભૂલવો તો છે, પણ અને ’મારાં સ્વપ્નનું વિકસિત ગુજરાત’ જેવા વિષયો પર વિવિધતા સભર કૃતિઓ પ્રસ્તુત કરી સ્પર્ધકોએ લોકોનું સારૂ મનોરંજન સાથે સંદેશ પાઠવ્યા હતા.
યુનિવર્સિટીમાં ચાલતા યુવક મહોત્સવમાં એમ્ફિ થિયેટર ખાતે દુહા છંદની રમઝટ બોલી હતી.જેમાં ૨૯ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.જગદંબા મા તું જોગણી, ધરતી મારી સોરઠની જગજુની જેવા દુહા છંદ દ્વારા વિદ્યાર્થીઓએ આપણી સંસ્કૃતિને જીવંત કરી હતી. આ સ્પર્ધામાં સાજિંદાનો સહયોગ લેવાનો ન હતો અને વિદ્યાર્થીઓએ પોતે જ પોતાની કૃતિ આપ બળે રજૂ કરવાની હતી.આ કૃતિઓએ ભારે જમાવટ કરી હતી.
નયનરમ્ય કાઠિયાવાડી વેશભૂષા,ખેસ, પાઘડીથી ગામડાનો માહોલ જામ્યો હતો.અષાઢ મહિનાનું વર્ણન અને વીજળી ઝબૂકે છે જેવા વર્ણનથી ચોમાસુ બેસી ગયું હતું.ગામડા ગામથી વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લેવા આવતા હોવાથી તેમના સમય સંજોગને ધ્યાનમાં રાખીને સ્પર્ધાના ક્રમમાં ફેરફારો કરવા પડયા હતા. એકંદરે યુવક મહોત્સવમાં બીજા દિવસે દર્શકોને મોજ પડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામમાં જામનગરવાસીઓ પણ ફસાયા
April 24, 2025 01:40 PMજામનગરમાં વે-બ્રીજ નીચે જેક મારી છેતરપીંડી આચરતી ગેંગ પકડાઈ
April 24, 2025 01:25 PMજામનગરમાં વાહન અથડાવી લૂંટ કરતી ટોળકીમાં સામેલ મહિલા પકડાઈ
April 24, 2025 01:19 PMદેવભૂમિ દ્વારકા : ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું
April 24, 2025 01:14 PMખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા. ૨૫ એપ્રિલ,૨૦૨૫ના રોજ ભરતી મેળો યોજાશે
April 24, 2025 01:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech