રાજકોટની ત્યકતા પર મેટોડામાં રહેતા શખસનું લગ્નની લાલચ આપી દુષ્કર્મ

  • November 22, 2023 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ રાજકોટમાં યુનિ.રોડ પર ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી ૩૪ વર્ષીય ત્યકતા પર મેટાડામાં રહેતા મૂળ જામજોધપુરના વતની શખસે લગ્નની લાલચ આપી વારંવાર દૂષ્કર્મ આચર્યા અંગેની ફરિયાદ મેટોડા જીઆઇડીસી પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.આરોપી ત્યકતાએ મેટોડા ખાતે હોટલ ગ્રાન્ટ રીયોમાં તથા જામજોધપુર તેના ઘરે તથા અન્ય અલગ અલગ જગ્યાએ લઇ જઇ તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતાં.બાદમાં આ શખસે લગ્નનો ઇનકાર કરી દેતા ત્યકતાએ આ ફરિયાદ કરી હતી.જેના આધારે પોલીસે આરોપી સામે દુષ્કર્મનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,મૂળ કેશોદની વતની અને હાલ રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર ઇન્દિરા સર્કલ પાસે હોસ્ટેલમાં રહેતી ૩૪ વર્ષીય ત્યકતાએ મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મૂળ જામજોધપુરના વતની અને હાલ અને મેટોડા જીઆઇડીસીમાં ગેઇટ નં.૨ માં ઇંકેરા કંપનીમાં નોકરી કરતા અને કંપનના જ મકાનમાં રહેતા જય ભરતભાઇ સંતોકીનું નામ આપ્યું છે.જેના આધારે પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ ૩૭૬(૨),(એન) મુજબ ગુનો નોંધ્યો છે.
​​​​​​​
પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ,ફરિયાદીના લગ્ન આઠ વર્ષ પૂર્વે થયા હતાં.જેમાં એક સંતાનની પ્રાપ્તી થઇ હતી.બાદમાં પતિ-પત્ની વચ્ચે મનમેળ ન રહેતા બંનેએ છુટાછેડા લઇ લીધા હતાં.સંતાન પતિ સાથે છે.છુટાછેડા બાદ ત્યકતા અહીં રાજકોટમાં રહેવા આવી ગઇ હતી.દરમિયાન તેનો સંપર્ક આરોપી જય સંતોકી સાથે થયો હતો.બાદમાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.બાદમાં આરોપીએ ત્યકતાને લગ્ન કરી લેવાનું વચન આપ્યું હતું.
આરોપીએ લગ્નની લાલચ આપી ત્યકતાને ચાલુ વર્ષે માર્ચ મહિનાથી લઇ તા.૮/૬ સુધીના સમયગાળામાં મેટોડા જીઆઇડીસીમાં આવેલી ધ ગ્રાન્ટ રીયો હોટલ, તથા જામજોધપુર ખાતે તેના મકાને લઇ જઇ અને અલગ અલગ જગ્યાએ લઇ જઇ તેની મરજી વિરૂધ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.બાદમાં યુવતી લગ્ન માટે કહેતા આરોપી બહાના બતાવવા લાગ્યો હતો.યુવતીએ લગ્નની જીદ પકડતા અંતે આરોપીએ પોત પ્રકાશી લગ્ન કરવાની સ્પષ્ટ ના કહી દેતા અંતે આ ફરિયાદ નોંધાવી હતી.આ અંગે મેટોડા જીઆઇડીસી પોલીસ મથકના પીએસઆઇ કે.પી.ગોહિલે આરોપી સામે ગુનો દાખલ કરી જરૂરી કાર્યવાહી કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application