સેવાભાવી તબીબ સાગર કાનાણીની પ્રેરણાદાયી પ્રવૃત્તિ
દેવભૂમિ દ્વારકામાં આવેલી વ્રજ હોસ્પિટલ સેવાભાવી અને લોકપ્રિય ડો. સાગર કાનાણીએ વધુ એક સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે તેમના સુપુત્રના જન્મદિવસ નિમિત્તે આ વિસ્તારના દર્દીઓને વિના મૂલ્યે માઇનોર ઓપરેશન કરી આપ્યા હતા.
ડો. સાગર કાનાણીના પુત્ર શ્રેષ્ઠના ગઈકાલે ગુરુવારે જન્મદિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે દર્દીઓના માઇનોર ઓપરેશન નિ:શુલ્ક કરી આપવાના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડોક્ટર સાગર કાનાણીએ ગત વર્ષે પણ તેમના પુત્ર શ્રેષ્ઠના જન્મદિવસ નિમિત્તે પોતાની વ્રજ હોસ્પિટલમાં અનેક દર્દીઓના માઇનોર ઓપરેશન વિના મૂલ્યે કરી આપ્યા હતા. આ પરંપરાને આગળ ધપાવી, આ વર્ષે પણ શ્રેષ્ઠના બર્થ ડે ની વિશિષ્ટ ઉજવણી કરવા વ્રજ હોસ્પિટલ ખાતે ગુરુવારે માઇનોર ઓપરેશનનો ફ્રી મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં દ્વારકા તેમજ આસપાસના વિસ્તારોના લોકોએ આ મેગા કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. દિવસ દરમિયાન તેમણે આ કેમ્પમાં ૧૫૦ જેટલા માઇનોર ઓપરેશન કરી આપ્યા હતા. આટલું જ નહીં, આ તમામ દર્દીઓને પાંચ દિવસની દવા પણ વિના મૂલ્યે આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરના સમયથી એટલે કે આશરે છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી ડો. સાગર કાનાણી તેમની વ્રજ હોસ્પિટલ ખાતે અવિરત રીતે નિ:શુલ્ક નિદાન યજ્ઞ જારી રાખ્યો છે. તેમના દ્વારા દર્દીઓને તપાસવાના (નિદાનના) કોઈપણ પ્રકારની ફી કે ચાર્જ લેવામાં આવતી નથી. જેનો લગભગ એક લાખ કરતા વધારે દર્દીઓએ લાભ લીધેલ છે. ડો. સાગર કાનાણીની આ પ્રકારની અવિરત રીતે ચાલતી સેવા પ્રવૃત્તિ પ્રેરણારૂપ બની રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરબીના પંચાસર રોડ પરથી પીધેલ હાલતમાં ત્રણ ઝડપાયા
November 23, 2024 09:54 AMરાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન વાઈસ ચેરમેનની સર્વાનુમતે થઈ પસંદગી
November 23, 2024 09:52 AMસગીરપુત્રી પર દુષ્કર્મ કરનાર પિતાને ૨૦ વર્ષની કે
November 23, 2024 09:49 AMઇન્સ્ટા.માં ફેક આઇડી બનાવી યુવાને તેની ગર્લફ્રેન્ડનો ફોટો મુકી બિભત્સ શબ્દો લખ્યા
November 23, 2024 09:38 AMસિવિલ વર્ષે ૨૦ લાખ, દર્દીઓ ૧૨ લાખ એજિલસ લેબોરેટરીને રિપોર્ટના ચૂકવે છે!
November 23, 2024 09:37 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech