ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના જન્મદિવસ નિમિત્તે ખંભાળિયામાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા તાલુકા ભાજપ મંડળ દ્વારા અહીંના જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિચાર ગોષ્ઠિના કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું. આ પ્રસંગે તમામ કાર્યકર્તાઓએ પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમની સ્મૃતિને શ્રદ્ધાંજલિ આપી.
વિચાર ગોષ્ઠિની શરૂઆતમાં જિલ્લા ભાજપ મહામંત્રી રસિકભાઈ નકુમએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. જેમાં મુખ્ય વક્તા જિલ્લા ભાજપ મંત્રી રાજુભાઈ સરસિયાએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જીવન અને કાર્ય વિશે વિશેષ માહિતી આપી હતી. રાજુભાઈએ તેમના જીવનની એવી ઘટનાઓને યાદ કરાવી કે જેનાથી દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાની ભાવના પ્રગટ થાય. તેમણે ડૉ. મુખર્જી ના "એક દેશ, એક વિધાન, એક પ્રધાન, એક નિશાન"ના વીચારની વિશેષ ચર્ચા કરી હતી. આ સૂત્રની પાછળની તેમની વિચારધારા અને કાશ્મીરના ભારત સાથે પૂર્ણ એકીકરણ માટેના તેમના સંઘર્ષને યાદ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ડૉ. મુખર્જીએ હિંદુ મહાસભામાં જોડાઈને કરેલા કાર્યો અને જનસંઘની સ્થાપના કરીને દેશના રાજકારણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. રાજુભાઈએ ડૉ. મુખર્જીની દેશપ્રેમ અને ત્યાગની ભાવનાને યાદ કરતા તેમને રાષ્ટ્રીય નેતા તરીકે વર્ણવી અને એમને જણાવેલા વિચાર પર ચાલી અને માં ભારતીને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરવાના ડૉ. મુખર્જી જોયેલા સ્વપ્નને સાકાર કરવા સંકલ્પ લેવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી રસિકભાઈ નકુમ, ભરતભાઈ ગોજીયા, તાલુકા મંડળ પ્રભારી કશ્યપભાઈ આહિર, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ વનરાજસિંહ વાઢેર, ખંભાળિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ દેવુભાઈ કછટિયા, તાલુકા મંડળના મહામંત્રી ખીમાણંદભાઈ ગઢવી, શામજીભાઈ નકુમ ઉપરાંત તાલુકાના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સફળતા બદલ ખંભાળિયા તાલુકા ભાજપ મંડળ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech