પોરબંદરમાં શ્રાવણીયા સોમવાર નિમિત્તે વેપારીઓએ વૈદિકયજ્ઞનું આયોજન કરીને શિવજીની સાધના આરાધના કરી હતી.
શ્રાવણ માસના ત્રીજા સોમવારે વેપારીઓ દ્વારા શિવજીને રીઝવવા વૈદિક યજ્ઞ કરવામાં આવ્યો હતો.જેમાં બહોળી સંખ્યામાં વેપારીઓ જોડાઇ અને આહુતિ આપવામાં આવી હતી.
પોરબંદર હાલ શ્રાવણ માસ આવી રહ્યો હોય બધા મંદિરોમાં શણગાર કરી ભગવાન શીવના વિવિધ સ્વપોના દર્શનનું આયોજન થતુ હોય છે. ત્યારે પોરબંદરની મુખ્ય બઝારમાં આવેલ કુબેર લાઇફ સ્ટાઇલના વેપારીઓ દ્વારા શિવજીની આરાધના માટે અનેરુ આયોજન થતુ હોય છે.
ત્રીજા સોમવારે મહિલા વેપારી ક્રિષ્નાબેન ઠાકર દ્વારા વૈદિક યજ્ઞનું આયોજન કરવામાાં આવેલ જેમાં પંડિત કૃષ્ણકાન્ત આર્ય દ્વારા વેદના મંત્રોચ્ચાર સાથે વાતાવરણ ગુંજી ઉઠેલ વેપારી શ્રી રામચંદભાઇ, કમલેશભાઇ દ્વારા યજ્ઞમાં આહુતિ આપવામાં આવેલ.
મંદીના વમળમાં ફસાયેલા વેપારીઓના ધંધા પુર બહારમાં ખીલે લોકોની સુખાકારી માટે આ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ સાથેે શિવમંત્રના જપ સાથે શિવપૂજન કરવામાં આવેલ પંડિત કૃષ્ણકાન્ત... દ્વારા દરેક વેપારીનેબોલાવી યજ્ઞમાં આહુતિ અપાવેલ અને વેપારીઓને વેદનું જ્ઞાન આપેલ. પ્રખર આર્યસમાજી ક્રિષ્નાબેન ઠાકર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. વેપારી શ્રીચંદભાઇ ભાવનાણી, કમલેશભાઇ દાસાણી દ્વારા વ્યવસ્થા કરી આપવામાં આવેલ. અરજનભાઇ મઢવી, આનંદભાઇ જોશી, વિજયભાઇ ભાવનાણી દ્વારા વિશિષ્ટ આહુતિ આપવામાં આવેલ. જેન્તીભાઇ હોદાર દ્વારા શંખનાદ કરવામાં આવેલ. પંડિત કૃષ્ણકાન્ત આર્ય દ્વારા પૂર્ણાહુતિ પછી શ્રાવણ માસ વિશે પ્રવચન આપવામાં આવેલ. શંકરભગવાનના સાચા સ્વપ વિશે સમજાવવામાં આવેલ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMદર્દીના પરિવારને એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટીની CD આપવી ફરજિયાત, જાણો PMJAY યોજનાની નવી SOP
December 23, 2024 01:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech