હડિયાણાથી જોડિયા તરફના એપ્રોચ રોડના પુલ પર એસ.ટી. બસ ફસાઈ

  • June 24, 2021 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા. 23-6-2021 ને બુધવારના રોજ બપોરે 3-30 વાગ્યે હડિયાણા ગામથી અડધો કિ.મી. દુર જોડિયા તરફ એસ.ટી.ની બસ (જમનગર-જોડિયા-રાજકોટ) જતી હતી ત્યારે સામેથી આવતી ટ્રકને સાઈડ આપવા જતાં પુલ ઉપર બોનેટ સુધી બેસી જતાં મુસાફરો રઝળી પડેલ હતા.ગામના એપ્રોચ રોડના આ બંને પુલના કામ ગત વર્ષે અધુરા રહેલ હોય જેથી પારાવાર મુશ્કેલી લોકોને પડેલ હતી, અને આ વર્ષે પણ આ બંને પુલની સાઈડની પી.સી.સી. દિવાલ કમ્પલીટ થઈ ગયેલ છે, માત્ર ભરતી ન થવાના કારણે આ વર્ષે પણ લોકોને આ કામના જવાબદાર અધિકારીના પાપે મુશ્કેલી વેઠવી પડશે, જો તાકિદે આ કામ થઈ જાય તો આવા અકસ્માત નિવારી શકાય તેમ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)