વેલેન્ટાઇન વીક શરૂ થઈ ગયો છે. પ્રેમના આ અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે 7 ફેબ્રુઆરીએ રોઝ ડે ઉજવવામાં આવે છે. લોકોને ગુલાબના ફૂલ ખૂબ ગમે છે. મોટાભાગના લોકોના ઘરમાં ગુલાબનો છોડ જોવા મળશે. કેટલાક લોકો ગુલદસ્તામાં ગુલાબના ફૂલો આપવાનું પણ પસંદ કરે છે પણ શું જાણો છો કે દુનિયાનું સૌથી મોંઘુ ગુલાબ કયું છે?
ગુલાબ તેની સુંદરતા અને સુગંધ માટે જાણીતું છે. કપલ એકબીજાને પ્રભાવિત કરવા માટે ગુલાબ આપે છે. ગુલાબ અને પ્રેમ વચ્ચે ઊંડો સંબંધ છે.
જેમાં જુલિયટ રોઝ દુનિયાનું સૌથી મોંઘુ ગુલાબ છે. આ ગુલાબ જે અત્યંત દુર્લભ માનવામાં આવે છે તે ખૂબ જ મુશ્કેલીથી ઉગે છે. ગુલાબનું સંવર્ધન કરનારા પ્રખ્યાત ફ્લોરિસ્ટ ડેવિડ ઓસ્ટિનએ અનેક ગુલાબનું મિશ્રણ કરીને જુલિયટ રોઝ બનાવ્યું હતું. પોલન નેશનના રિપોર્ટ મુજબ, apricot-hued hybrid નામની આ દુર્લભ પ્રજાતિને બનાવવામાં 15 વર્ષ લાગ્યા અને 2006માં તેમણે તેને 10 મિલિયન પાઉન્ડ એટલે કે 90 કરોડ રૂપિયામાં વેચી દીધું.
આ ગુલાબ એટલું મોંઘુ છે કે અમીર લોકોએ પણ તેને ખરીદતા પહેલા 20 વાર વિચારવું પડશે. હાલમાં, તેની કિંમત15.8 યુએસ ડોલર છે. ભારતીય ચલણમાં તે 1,38,33,68,063 રૂપિયા છે. આ ગુલાબની સુગંધ વિશે વાત કરીએ તો તેમાં હળવી ચાની સુગંધ છે. આ ફૂલની ખાસ વાત એ છે કે તે 3 વર્ષ સુધી ઝાંખું પડતું નથી.
આ ફૂલ પણ મોંઘુ
કુડુપાલ ફ્લાવર નામના ગુલાબની ગણતરી પણ દુનિયાના સૌથી મોંઘા ફૂલોમાં થાય છે. તેને ભૂતિયા ફૂલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ વાત એ છે કે કુડુપાલનું ફૂલ ફક્ત રાત્રે જ ખીલે છે. તે ફક્ત શ્રીલંકામાં જ જોવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહું ભારતનો જબરદસ્ત ચાહક, ભારત અમેરિકા વેપાર કરાર જલ્દી: હોવર્ડ લુટનિક
June 03, 2025 10:05 AMહાઈ વે પર ટ્રોમા સેન્ટરની યોજના હવામાં: 11.61 કરોડ 1 વર્ષથી વણવપરાયેલા
June 03, 2025 10:03 AMIPL 2025: ક્લોઝિંગ સેરેમનીમાં કયા સ્ટાર્સ પરફોર્મ કરશે? જુઓ સંપૂર્ણ વિગત
June 02, 2025 10:44 PM'યુક્રેન પર પરમાણુ હુમલો કરી શકે છે રશિયા', અમેરિકી અધિકારીઓના દાવાથી દુનિયામાં દહેશત
June 02, 2025 10:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech