હિરજી મિસ્ત્રી રોડ પર.... ગટર તારા વહેતા પાણી

  • December 07, 2023 01:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અતિ ધમધમતા હિરજી મિસ્ત્રી રોડના મુખ્ય સર્કલ પાસે આજે એકાએક વગર ચોમાસે ગટર ગંગા વહેતી થઈ જતાં અનેક રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. મુખ્ય સર્કલ પાસે આજે ભૂગર્ભ ગટરમાંથી સાફ સફાઈના અભાવે ગંદા પાણી માર્ગ પર વહેતા થયા હતા.   એટલું જ માત્ર નહીં પરંતુ સમગ્ર વિસ્તાર ગટરના ગંદા પાણીથી તળાવના રુપમાં ફેરવાઈ ગયો હતો. જેથી ત્યાંથી પસાર થનારા વાહન ચાલકો અને રાહદારીઓએ ભારે હાલાકી વેઠવી પડી હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે આ સર્કલ પાસેથી પ્રતિદિન હજારો વાહનો પસાર થાય છે, તેમજ અને રાહદારીઓ પણ પસાર થાય છે. જેઓએ આજે વગર ચોમાસે ગટર ગંગામાંથી પસાર થવું પડ્યું હતું. જેથી તેઓએ અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મહાનગરપાલિકાના તંત્રની બેદરકારીના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application