
એક સમયે બોલિવૂડ પર રાજ કરનારા અસાધારણ કલાકારોમાંના એક હતા. આજે પણ, જ્યારે ફિલ્મ ઉદ્યોગ ઓમ પુરીને શ્રેષ્ઠમાંના એક તરીકે યાદ કરે છે, અન્નુ કપૂર માટે, આ યાદો ઘણી વધુ વ્યક્તિગત અને કડવી છે. અણુની બહેન સીમાના લગ ઓમ પુરી સાથે થયા હતા. આ ઓમ પુરીના પહેલા લગ્ન હતા. જ્યારે સીમા ગર્ભવતી હતી, ત્યારે ઓમ પુરીએ નંદિતા પુરી સાથે અફેર કરીને તેને દગો આપ્યો હતો, જે પાછળથી તેની બીજી પત્ની બની હતી. તાજેતરના એક ઇન્ટરવ્યુંમાં, અન્ન કપૂરે ઓમ પુરી સાથે તેની બહેનના પીડાદાયક ભૂતકાળ વિશે ખુલ્લેઆમ વાત કરી.
અશુએ સ્વર્ગસ્થ અભિનેતા ઓમ પુરીને એક અસાધારણ સ્ટાર ગણાવ્યા અને કહ્યું કે તેમના જેટલું મહાન કોઈ નહોતું. જોકે, ઓમ પુરીએ એક સ્ત્રીને દગો આપ્યો, અને તે સ્ત્રી બીજું કોઈ નહીં પણ અણુની બહેન સીમા હતી. અણુએ કહ્યું કે તેના અંતિમ ક્ષણોમાં, તેની બહેન સીમાએ તેની સંભાળ રાખી તે બીજી કોઈનો પતિ બન્યો, અને પતિ બન્યા પછી, તેણે એક શ્રીને દગો આપ્યો, અને ત્યાં જ બધું ખોટું થયું. હું તે સ્ત્રીનો ભાઈ છું. તે ૧૦ વર્ષ પહેલા ગુજરી ગયો હોત, પરંતુ મારી બહેને તેની સંભાળ રાખી. જ્યારે શરીર નબળું અને નાજુક થઈ જાય છે, ત્યારે તમે પાછા આવો છો.
અન્ન કપૂરે ખુલાસો કર્યો કે તેને કોઈ સામે કોઈ દ્વેપ નથી. અણુએ કહ્યું કે ઓમ પુરી હવે જીવિત નથી, પરંતુ તેમનો પુત્ર જીવિત છે, અને તેમણે તેમના પુત્ર અને પત્ની નંદિતા માટે ભગવાનને પ્રાર્થના કરી. જોકે, તેમને તેમની બહેન સીમાનું જીવન બરબાદ કરવાનો અફસોસ છે, જેમના ઓમ પુરી સાથેના લગજીવનમાં અશાંતિ હતી. તેમણે કહ્યું, મને દુઃખ છે કે મારી બહેન સીમા કપૂરનું જીવન બરબાદ થઈ ગયું, તેણીને કોઈ ટેકો નહોતો.
જો હું એ વાર્તાઓ કહેવાનું શરુ કરીશ, તો તેનાથી પરિસ્થિતિ વધુ ખરાબ થશે કારણ કે મારામાં રહેલો ભાઈ બહાર આવશે. ઓમ પુરી પણ મારાથી ખૂબ હરતા હતા કારણ કે હું ખુલ્લેઆમ બોલું છું. મને ડર નથી. હું લાચાર હતો; હું કંઈ કરી શકતો ન હતો.
સીમા કપૂર માત્ર ૧૯ વર્ષની ઉંમરે પીઢ અભિનેતા ઓમ પુરીને મળી હતી. ઉંમરમાં ભારે તફાવત હોવા છતાં, ઓમ પુરી અને સીમા પ્રેમમાં પડ્યા હતા. તેમની વચ્ચે ઉંમરનો તફાવત ૧૧ વર્ષનો હતો. તેઓ ઘણા વર્ષો સુધી ડેટ કરતા રહ્યા અને ૧૯૯૦માં લગ કર્યા. જોકે, તેમના લગ્નના થોડા મહિના પછી, ઓમે નંદિતા સાથે સંબંધ શરૂ કર્યો, જે એક પત્રકાર હતી. જ્યારે સીમાને નંદિતા સાથે ઓમના ગેરકાયદેસર સંબંધની ખબર પડી, ત્યારે તે ગર્ભવતી હતી.