કાળઝાળ ગરમીમાં વૃધ્ધ રસ્તા પર ઢળી પડ્યા : લુ લાગ્યાનું અનુમાન

  • May 24, 2024 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાયભરમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદ સહિતના સ્થળોએ તાપમાનનો પારો ૪૬ ડિગ્રી સુધી પહોંચી ચૂકયો છે. રાજકોટમાં પણ છેલ્લા ઘણા દિવસોથી ગરમીનો પારો ૪૪ ડિગ્રી આસપાસ રહે છે. આ કાળઝાળ ગરમી વચ્ચે અનેકની તબિયત લથડી રહી છે. જેને લઇ આરોગ્યતત્રં દ્રારા જરી કામ સિવાય બહાર ન નીકળવા અપીલ પણ કરવામાં આવી રહી છે. ત્યારે આજરોજ રાજકોટના નાનામવા નજીક આવેલા ભીમનગર ચોક પાસે શાક માર્કેટમાં ૬૩ વર્ષના શાંતિભાઈ આંબલીયા નામના વૃદ્ધ એકાએક ઢળી પડા હતા. બાદમાં ૧૦૮ ના સ્ટાફે અહીં આવી જોઈ તપાસી વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા. લુ લાગી જવાથી વૃદ્ધનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે પીએમ રિપોર્ટ બાદ વૃદ્ધના મોતનું સચોટ કારણ જાણી શકાશે.

જાણવા મળતી વિગતો મુજબ,જડુસ હોટલ નજીક નાના મવા ગામ પાસે આવેલા ભીમનગર વિસ્તારમાં શાક માર્કેટ પાસે આજરોજ એક વૃદ્ધ અહીં બકાલાના થડા પાસે ઉભા થવા જતા ઢળી પડા હતા. બાદમાં ૧૦૮ ને જાણ કરવામાં આવતા ૧૦૮ ના ઇએમટીએ અહીં આવી જોઈ તપાસી વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક દ્રષ્ટ્રિએ બનાવ શંકાસ્પદ જણાતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પણ અહીં દોડી આવ્યો હતો અને જરી કાર્યવાહી કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં આ વૃદ્ધનું નામ શાંતિભાઈ પોપટભાઈ આંબલીયા (ઉ.વ ૬૩ રહે. અવધના ઢાળિયાપાસે,કાલાવડ રોડ રાજકોટ) હોવાનું માલુમ પડું હતું. વૃદ્ધ અગાઉ કાચ ફીટીંગનું કામ કરતા હતા પરંતુ હાલ તેઓ નિવૃત્તિનું જીવન પસાર કરતા હોવાનું માલુમ પડું છે.વૃદ્ધ એક ભાઈ છ બહેનના પરિવારમાં વચેટ હતા તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, વૃદ્ધ આજરોજ તેમના પરિચિત સાથે અહીં શાકમાર્કેટએ આવ્યા હતા દરમિયાન બકાલાના થડા પાસે બેઠા હતા અને ઉભા થવા જતા ઢળી પડા બાદ બેભાન થઈ ગયા હતા.પ્રાથમિક અનુમાન મુજબ આ કાળઝાળ ગરમી વચ્ચે લુ લાગી જવાથી વૃદ્ધનું મોત થયું હોવાનું જણાઈ રહ્યું છે. જોકે વૃદ્ધના મોતનું સચોટ કારણ જાણવા માટે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડો છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ વૃદ્ધના મૃત્યુ અંગેનું સચોટ કારણ જાણી શકાશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application