વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની પડતર રહેલી 2022 થી 2024 સુધીની ગ્રાન્ટ હવે માર્ચ 2026 સુધી વાપરી શકાશે તેવો મહત્વનો નિર્ણય ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.
ગ્રામ્ય વિસ્તારમાં વિવેકાધીન, પ્રોત્સાહક, ભૌગોલિક રીતે ખાસ પછાત વિસ્તાર, ધારાસભ્ય ફંડ જોગવાઈ, વિકાસશીલ તાલુકાઓ, રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટેની જોગવાઈ અને આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો યોજના અંતર્ગતની લાંબા સમયથી પેન્ડિંગ રહેલી ગ્રાન્ટ વાપરવા માટેની જાહેરાત ગ્રામ પંચાયતોની આગામી તારીખ 22 જૂનને ચૂંટણી યોજવાની છે તે પહેલા જ સરકારે આ નિર્ણય જાહેર કરી દીધો છે.
અત્રે એ ઉલ્લેખનીએ છે કે ચૂંટણી આચાર સંહિતા લાગુ પડ્યા પછી નવા કામો થઈ શકતા નથી કે તેની જાહેરાત થઈ શકતી નથી. પરંતુ જે કામ ચાલુ હોય તે પૂરા થઈ શકે છે.ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ યોજનાઓ માટે નાણાકીય વર્ષ 2019 -20, વર્ષ 2020-21 અને વર્ષ 2021- 22 ના પૂર્ણ થયેલા કામોનું ચુકવણુ કરવાની અંતિમ મુદત 31 જુલાઈ 2025 સુધી લંબાવવામાં આવી છે. આવી જ રીતે 2022-23, વર્ષ 2023 24 અને વર્ષ 2024 25 માં ફાળવવામાં આવેલ ગ્રાન્ટ હેઠળના તમામ કામો પૂરા કરી ચુકવણું કરવાની મુદત 31 માર્ચ 2026 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ ચુકવણું કરવાની મુદત 31 ડિસેમ્બર 2024 અને બાકી રહેલા કામો પૂરા કરી ચુકવણું કરવાની મુદત 31 માર્ચ 2025 ની હતી.
વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ જુદી જુદી યોજના માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટ પૈકી તમામ કામો લંબાવેલ સમય મર્યાદામાં પૂરા થાય અને આ સમય મર્યાદામાં જ ચૂકવણા થાય તે માટે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી તથા મ્યુનિસિપલ કમિશનરે સમયાંતરે પ્રગતિની સમીક્ષા સહિતના તમામ પ્રયાસો કરવાના રહેશે તેવો પણ આદેશ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
June 06, 2025 03:46 PMઉગલવાણ ગામે યુવાનનો વ્યાજખોરના ત્રાસથી મરવા મજબુર બની આપઘાત
June 06, 2025 03:26 PMભાવનગરના યુવાન સાથે મુંબઈ, પટના અને અમરેલીના શખ્સોએ કરી ઠગાઈ
June 06, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech