જામનગરના કોમલ નગર વિસ્તારમાં એક ચા ની હોટલે ચા પીવા માટે બેઠેલા ૬૦ વર્ષના બુઝુર્ગને એક ટ્રક ચાલકે હડફેટમાં લઈ લીધા હતા, અને તેમના બંને પગ કચડી નાખ્યા છે. જે મામલે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવાઈ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં કોમલ નગર માં રહેતા ખીમજીભાઈ ડાયાભાઈ સોલંકી નામના ૬૦ વર્ષના બુજુર્ગ કે જેઓ કોમલ નગર વિસ્તારમાં એક ચા ની કેબીને ચા પીવા માટે બેઠા હતા, જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા જી.જે. ૧૦ ટી.વી. ૬૩૧૨ નંબરના ટ્રકના ચાલકે ખીમજીભાઇ ને હડફેટમાં લઈ લીધા હતા, અને તેમના બંને પગ કચડી નાખ્યા હતા. જેથી તેઓના બંને પગ છૂંદાઈ ગયા છે, અને ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ બનાવ અંગે ખીમજીભાઈ સોલંકીએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકની શોધ ખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રેમમાં થોડા પાગલ થવું ઠીક છે, મગજ બહુ ન ચલાવવું : આરજે મહવશ
May 14, 2025 12:12 PMફલ્લા ગામમાં ગ્રામ પંચાયત પણ વોકિટોકીથી સજ્જ
May 14, 2025 12:06 PMમિશન ઇમ્પોસિબલ 8': ટોમ ક્રૂઝના દિલધડક સ્ટંટ દર્શકોને જકડી રાખશે
May 14, 2025 12:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech