કલ્યાણપુર નજીક કારની હડફેટે વૃદ્ધ ઇજાગ્રસ્ત

  • July 20, 2023 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુર તાલુકાના લીંબડી ગામે રહેતા હમીરભાઈ કંડોરીયા નામના આહિર વૃદ્ધ મંગળવારે લીંબડી ગામથી આગળ ભાટિયા તરફ જતા રસ્તે મોટરસાયકલ નંબર જી.જે. ૩૭ એફ ૩૧૩૪ લઈને જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. ૧૪ બીએ ૩૪૪૭ નંબરના ફોર વ્હીલરના ચાલકે હમીરભાઈને અડફેટે લેતા તેમને માથામાં હેમરેજ તેમજ ફ્રેકચર સહિતની નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત સર્જી્, આરોપી ફોર વ્હીલર ચાલક નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે નગાભાઈ હમીરભાઈ કંડોરીયા (ઉ.વ. ૩૭, રહે. લીંબડી) ની ફરિયાદ પરથી ફોર વ્હીલર ચાલક સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application