ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા પાસે બાઈક ચાલકે ચાલકે તેનું મોટરસાયકલ પુર ઝડપે અને બેફીકેરાઈ થી ચલાવી વૃદ્ધને અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અને ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજતા બોરતળાવ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી અનુસાર બોરતળાવ પોલીસ મથક ખાતે ભરતભાઈ વાલજીભાઈ રાઠોડ (ઉ.વ.૨૮, રહે.શિહોર પાંસવડા વિસ્તાર સવગુણ સોસાયટી, શિહોર)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, સિહોર કામ ઉપર હતા. ત્યારે તેના મિત્ર પિયુષભાઈ જેસીંગભાઇ મકવાણાનો મોબાઇલ ફોન ફોન આવેલ અને તેણે કહેલ કે તેમના પિતા વાલજીભાઈ જગાભાઈ રાઠોડ (ઉ.વ.૫૫)નું આખલોલ જકતાનાકા મસ્જિદની સામે રોડ ઉપર શિહોર થી ભાવનગર તરફ જતા હતા. ત્યારે ખાચામાંથી એક બાઈક નંબર GJ-04-DH-0990 ચાલકે તેઓના પિતાને મોટરસાયકલ સીડી ડીલક્ષ જેના નંબર GJ-04-BS-1248 ની સાથે અથડાતા તેમના પિતાને માથામાં ગંભીર ઈજા પહોંચી છે. અને તેઓને 108 માં સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ખાતે વૃદ્ધને એચઆઇસીયુ બોર્ડમાં દાખલ કરેલ હતા. અને તેઓની સારવાર દરમિયાન ફરજ પરના તબીબે મરણ જાહેર કરાયા હતા. જે અંગે હોસ્પિટલ ચોકી ખાતે નોંધા કરાવી મૃતદેહને પીએમ અર્થે ખસેડી બોરતળાવ પોલીસ મથક ખાતે મોટરસાયકલ નંબર GJ-04-DH-0990 ના ચાલક સામે પોતાની મોટરસાયકલ પૂર ઝડપે અને બેફિકરાયથી ચલાવી ફરિયાદીના પિતા અડફેટે લેતા ગંભીર ઈજા કરી પહોંચતા મોત નીપજ્યું હતું. બનાવ મામલે બોરતળાવ પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો ધમકી આપનાર સાથે શું થયું
January 27, 2025 10:10 AMરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech