કલ્યાણપુર તાલુકાના ગાંગડી ગામે રહેતા ભુપતગીરી નારણગીરી ગોસાઈ નામના ૬૩ વર્ષના બાવાજી વૃદ્ધએ તેમના ઘર પાસે ડમ્પર પાર્ક કરવાની ના કહેતા આના અનુસંધાને ઉશ્કેરાયેલા ગાંધવી ગામના દેવેનગીરી ભગવાનગીરી રામદતી અને ધવલગીરી અરજણગીરી મેઘનાથી નામના બે શખ્સોએ તેમને લાકડી વડે તેમજ ઢીકા-પાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બનાવ અંગે ભુપતગીરી ગોસાઈની ફરિયાદ પરથી બંને શખ્સો સામે કલ્યાણપુર પોલીસ મથકમાં આઈપીસી કલમ ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
***
દ્વારકામાં આધેડ ઉપર પાઇપ વડે હુમલો: શિવરાજપુરના શખ્સ સામે ગુનો
દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા અજુભા વીરાભા સુમણિયા નામના ૫૫ વર્ષના હિન્દુ વાઘેર આધેડએ શિવરાજપુર વિસ્તારમાં રહેતા સવાભા કુંભાભા નાયાણીના ઘરે ખાળકુવાનો ખાડો કરેલ હોય, જે ખાડાના મજૂરીના પૈસા બાકી હોવાથી ફરિયાદી અજુભા પાસે માંગતા તેણે ઉશ્કેરાઈને અજુભાને બિભત્સ ગાળો કાઢી, ઢીકા-પાટુનો માર મારી, લોખંડના પાઇપ વડે હુમલો કરતા અજુભા સુમણીયાને ફ્રેકચર સહિતની ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આટલું જ નહીં, આરોપી શખ્સ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતા આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસ મથકમાં આરોપી સાવાભા નાયાણી સામે આઈપીસી કલમ ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૫૦૬ (૨) તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMહલ્દીમાં આ 5 વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થોડા જ દિવસોમાં તમને મળશે ચમકદાર ત્વચા
December 23, 2024 06:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech