રાજકોટ મહાનગરપાલિકા કચેરીના પ્રવેશદ્રારેથી દાયકા જૂનો ફુવારો દૂર કરાશે; રસ્તો પહોળો થશે

  • March 01, 2024 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાની મુખ્ય સેન્ટ્રલ ઝોન કચેરીની બહાર આવેલો અંદાજે દોઢ દાયકા જૂનું ફુવારો તોડી પાડવામાં આવશે અને તે જગ્યા રસ્તા સાથે ભેળવી દેવામાં આવશે જેથી કોર્પેારેશન ચોકથી ઢેબર રોડ અને કનક રોડને જોડતો રસ્તો પહોળો થશે અને ટ્રાફિક જામમાંથી રાહત મળશે. અંદાજે દોઢ દાયકા જુનો આ ફુવારો બધં હાલતમાં હોય ન્યુસન્સપ બની ગયો છે. આ ફુવારો દૂર કરવા માટે આગામી જનરલ બોર્ડ મિટિંગમાં મ્યુનિસિપલ કમિશનર દ્રારા દરખાસ્ત કરવામાં આવી છે.

વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, અગાઉ ૨૦૦૯–૨૦૧૦માં તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર ડો.દિનેશ એચ. બ્રહ્મભટ્ટના કાર્યકાળમાં ગુજરાત રાય સરકારના નિર્મળ ગુજરાત અભિયાન અંતર્ગત કચેરીના પ્રવેશદ્રારની કોર્નર પરની જગ્યામાં ગાંડકીનો ન્યુસન્સ પોઇન્ટ હતો તે દૂર કરવા માટે ત્યાં આગળ લોરિંગ કરીને ફુવારો મૂકવામાં આવ્યો હતો એકાદ બે વર્ષ સુધી આપવાનો અને લાઇટિંગ કાર્યરત રહ્યા હતા ત્યારબાદ લગભગ છેલ્લા દસેક વર્ષથી આ ફુવારો બધં હાલતમાં હતો અને ફરી ત્યાં આગળ ગંદકીનું ન્યુસન્સ સર્જાવા લાગ્યું હતું આથી હવે સ્વચ્છ ભારત મિશન ચાલી રહ્યું છે ત્યારે આ ફુવારો કાયમી ધોરણે દૂર કરીને કોર્નર નો તે હિસ્સો રસ્તા સાથે ભેળવી દેવામાં આવશે જેથી રસ્તો પણ પહોળો થશે અને કોર્પેારેશન ચોકથી કનક રોડ તરફ જવાનો રસ્તે વારંવાર થતો ટ્રાફિકજામ પણ ઘટશે.
મહાપાલિકા કચેરીની તદ્દન પાછળ આવેલું વર્ષેા જૂનું બિલ્ડીંગ ડીસ મેન્ટલ કરાયું છે અને ત્યાં આગળ નવું બિલ્ડીંગ નિર્માણ થઈ રહ્યું છે જેથી કોમન જીડીસીઆરના નવા નિયમો મુજબ તેમણે માજીર્ન પાકિગની જગ્યા મૂકી છે, આવું થયા બાદ એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે કોર્પેારેશન ચોક પાસે રસ્તો પહોળો છે અને કનક રોડ તરફનો રસ્તો પણ પહોળો છે વચ્ચે આ ફુવારો નડતરપ બની ગયો છે, આથી જનરલ બોર્ડ મિટિંગમાં દરખાસ્ત મંજૂર થતાની સાથે જ આ ફુવારો દૂર કરવા કાર્યવાહી કરવામાં આવશે આ ફુવારો દૂર કરાતા અંદાજે ૨૦ બાય ૨૦ ચોરસ ફટ જેટલી જગ્યા ખુલ્લી થશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application