'ખતરોં કે ખિલાડી'માં નવા સ્પર્ધકોની સાથે જૂના ખેલીઓ ખેલ પાડશે 2-આધારિત રિયાલિટી સ્ટ થો 'ખતરો કે ખિલાડી'ની ૧૫મી સીઝન પરત ફરવાની છે. સ્પર્ધકોના નામ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ચાહકોનો ઉત્સાહ વધાર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે નવા સ્પર્ધકોની સાથે જૂના સ્પર્ધકો પણ શોમાં જોવા મળશે. એલી ગોની, ભારતી સિંહ, હિના ખાન, કરણ વાહી, નિયા શર્મા, રૂબીના દિલેક અને જાસ્મીન ભસીને પોતાના હાવવી કે સાઈન બનાવતા ફોટા શેર કર્યા છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ સાત સ્પર્ધકો રોહિત શેટ્ટીના શોમાં પાછા ફરશે. આ સેલિબ્રિટીઓએ આ સિઝનમાં ભાગ લીધો છે આ સાત સેલિબ્રિટીઓ ઉપરાંત, અવિનાશ મિશ્રા, ઓરી, રોકી જયસ્વાલ, કરણ કુન્દ્રા, ફરહાના ભટ્ટ અને જસમીત કોરે પણ કે પ્રતીક સાથેની તસવીરો પોસ્ટ કરી છે. નોંધનીય છે કે આ છ સેલિબ્રિટીઓએ કયારેય ખતરોં કે ખિલાડીમાં ભાગ લીધો નથી. આ ૧૩ સ્પર્ધકો ઉપરાંત, ગૌરવ ખન્ના, મનીષા રાની, ઈશા માલવિયા, અંકિત ગુપ્તા, દિગ્વિજય મરાઠી, હર્ષ ગુજરાલ, અરબાઝ પટેલ, ચૂમદારંગ, અભિષેક બજાજ, સમર્થ જુરેલ, પ્રણાલી રાઠોડ, ધનશ્રી વર્મા, પ્રથભ અને અર્જુન, પ્રષભના નામ પણ આવી રહ્યા છે. જો મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો, 'ખતરો કે ખિલાડી'ની ૧૫મી સીઝન જૂન ૨૦૨૬ માં શરૂ વઈ શકે છે .