ઓલાએ ગ્રાહકોને રિફંડ માટે આપવો પડશે પસંદગીનો વિકલ્પ: સીસીપીએ

  • October 14, 2024 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સેન્ટ્રલ ક્નઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ) એ કહ્યું છે કે ઓનલાઈન ટેક્સી સર્વિસ કંપ્ની ઓલાની મનઘડંત રીતને સહન કરવામાં આવશે નહીં. કંપ્નીને આદેશ આપ્યો છે કે તે ગ્રાહકોને રિફંડ માટે પસંદગીની પદ્ધતિ પસંદ કરવા માટે સુવિધા પ્રદાન કરે જેથી જો ગ્રાહક ઈચ્છે, તો તે તેના બેંક ખાતામાં અથવા કૂપ્ન દ્વારા સીધા જ રિફંડ લઈ શકે છે.
ઓલાએ તેના પ્લેટફોર્મ દ્વારા બુક કરાયેલી તમામ ઓટો રાઇડ્સ માટે ગ્રાહકોને બિલ અથવા રસીદ પણ આપવી પડશે. સીસીપીએ ગઈકાલે આદેશમાં જણાવ્યું હતું. તેનાથી સેવાઓમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત થશે.
જ્યારે પણ ગ્રાહક ઓલા એપ પર ફરિયાદ નોંધાવે છે, ત્યારે કંપ્ની રિફંડ પોલિસી હેઠળ માત્ર એક કૂપ્ન કોડ આપે છે. ગ્રાહકને પૂછવામાં આવતું નથી કે તેને કયા ફોર્મમાં રિફંડ જોઈએ છે. આ કૂપ્ન કોડનો ઉપયોગ આગામી રાઈડ માટે થઈ શકે છે. રિફંડ પોલિસીનો અર્થ એ નથી કે કંપ્ની લોકોને માત્ર આગલી રાઈડ મેળવવા માટે આ સુવિધાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરે છે. સીસીપીએ અવલોકન કર્યું કે જો કોઈ ગ્રાહક ઓલા પર બુક કરેલી ઓટો રાઈડ માટે રસીદ મેળવવાનો પ્રયાસ કરે છે, તો એપ ઓટો સેવાના નિયમો અને શરતોમાં ફેરફારને કારણે રસીદ આપવાનો ઇનકાર કરે છે.
આ વર્ષે 9 ઓક્ટોબર સુધી નેશનલ ક્ધઝ્યુમર હેલ્પલાઇન પર ઓલા કેબ્સ વિરુદ્ધ કુલ 2,061 ફરિયાદો નોંધવામાં આવી હતી. આમાંની મોટાભાગની ફરિયાદો બુકિંગના સમય કરતાં વધુ ભાડું અને ગ્રાહકોને રકમ પરત ન કરવા અંગેની હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application