લેન્ડગ્રેબિંગનો ગુન્હો બનતો હોવાનું તંત્રની તપાસમાં સામે આવ્યા બાદ કોઇ કાર્યવાહી નહીં...?
ઓખા પંથકમાં એક અરજદારે સરકારી જમીન પચાવી પાડી ગેરકાયદે કબ્જો કરવા અંગે એક શખ્સ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવા અરજી કરેલ હતી જેનાં અનુસંધાને તંત્ર દ્વારા નિયત તપાસ વગેરેમાં દબાણ હોવાનું ખૂલ્યા પછી અને દબાણકતર્એિ દબાણ કયર્નિું સ્વીકાયર્િ પછી કાયદેસર કાર્યવાહીથી બચવા સ્વેચ્છાએ દબાણ હટાવવા તાકીદ કરવામાં આવ્યા પછી પણ કોઇ કાર્યવાહી ન થતા અનેક સવાલ ઉભા થયા છે.
ઓખામાં નગરપાલિકા વિસ્તારમાં આવેલી એક જગ્યા સંદર્ભે પરેશભાઇ કંસારાએ એક આસામી વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવા અરજી કરેલ હતી. જેનાં અનુસંધાને તા. 6/11/2024નાં કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં રજૂ થયેલ તપાસ અહેવાલમાં દબાણ થયાનું પ્રકાશમાં આવ્યું હતું. દબાણકતર્એિ દબાણ કયર્નિું સ્વીકાયર્િ ઉપરાંત 7 દિવસમાં સ્વૈચ્છાએ દબાણ દૂર કરવા તાકીદ કરવામાં આવી હતી.
આ કાર્યવાહીનાં અનુસંધાને મહિનાઓ પછી પણ કોઇ પગલા લેવામાં ન આવતા તંત્રની કામગીરી પર સવાલ ઉભો થયો છે. જમીન પચાવી પાડવાનાં ગુન્હાઓ રોકવા સરકારે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટ નામનો કડક કાયદો બનાવ્યો છે પરંતુ અહી તેની ઢીલી અમલવારી થતી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech