ઓખા નગરપાલીકાના રૂ. 6 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ

  • July 21, 2021 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પબુભા વિરમભા માણેક હસ્તે વિકાસના કામોનું ખાતમૂહુર્ત

ઓખા નગરપાલીકા દ્વારા નગરપાલીકાના ઓખા, બેટ દ્વારકા, આરંભડા તેમજ સુરજકરાડી એમ ચારેય વિસ્તારોમાં વિવિધ વિકાસ કાર્યો કરવા હેતુ સરકારી ગ્રાન્ટમાંથી નિર્મિત રૂ. 6 કરોડ રૂપિયાના વિકાસકામોનું લોકાર્પણ તેમજ 8 કરોડ 64 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત ઓખા, સુરજકરાડી, આરંભડા તથા બેટ ખાતે સ્થાનીય અગ્રણી પબુભા વિરમભા માણેકના હસ્તે કરવામાં આવ્યું હતું.

વિકાસ કાર્યોમાં સમાવિષ્ટ ઓખા, બેટ દ્વારકા, આરંભડા તેમજ સુરજકરાડીના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ વિકાસની કામગીરી તેમજ નગરપાલીકા વિસ્તારમાં વિકાસકાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત પ્રસંગે ઓખા નગરપાલીકાના પ્રમુખ ચેતનભા બી. માણેક, ઉપપ્રમુખ ચેતનભાઇ માવાણી, ચીફ ઓફીસર વી.સી. રાઠોડ તેમજ સ્થાનીય પાલીકા સભ્યો અને નગરપાલીકાનો કર્મચારીગણ તેમજ સ્થાનીકો ઉપસ્થિત રહ્યા હતા.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS