આવતા મહિનેથી ઓખા વારાણસી ટ્રેન પુનઃ શરૂ થશે: તા. રર માર્ચથી બુકિંગ: ઓખા-દહેરાદૂનનો રૂટ બદલાયો

  • March 19, 2021 10:25 AM 

ભારતીય પશ્ચિમ રેલ્વે દ્વારા કોરાના કાળમાં બંધ કરાયેલ ટ્રેનો પુનઃ પાટા પર ચડી રહી છે, ત્યારે ઓખા-વારાણસી ૧૫-૦૪-૨૦૨૧ થી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રેન નંબર ૦૯૦૬૯ ઓખા વારાણસી દર ગુરૂવારે બપોરે ૧૪-૦૫ ઓખાથી ઉપડશે અને વળતી ટ્રેન નંબર ૦૯૦૭૦ તા. ૧૭-૦૪-૨૦૨૧ થી દર શનિવારે રાત્રે ૨૧-૫૫ કલાકે વારાણસીથી ઉપડીને ઓખા આવશે.

આ ટ્રેન આવતાં જતાં જામખંભાળિયા, જામનગર, હાપા, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, વડોદરા, નાગદા, કોટા, ગંગાપુર, આગ્રા પોર્ટ સહિતના સેન્ટરોએ ઉપસ્થિત રહેશે. ટ્રેનનું બુકિંગ તા. ૨૨-૦૩-૨૦૨૧ થી શરૂ થશે.

તા.૧૯ માર્ચ તથા ૨૧ માર્ચના રોજ દોડનારી ઓખા-દહેરાદૂન ટ્રેકનું કામ ચાલુ હોવાથી રૂટ ચેન્જ કરવામાં આવ્યો છે આ ટ્રેન ઉક્ત દિવસે જોધપુર ફુલેરા થઈને ચાલશે જેની યાત્રિકો ઓએ નોંધ લેવા રેલ્વે દ્વારા જણાવવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS