અઠવાડીયામાં ચાર દિવસ ચાલતી ઓખા-મુંબઇ સેન્ટ્રલ સ્પે. ટ્રેન ડેઇલી કરાઇ

  • June 16, 2021 01:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલારના યાત્રીઓ માટે હરખના વાવડ....

દેશ તેમજ રાજયમાં કોરોનાનું સંક્રમણ ઘટતા રેલ્વે તંત્ર દ્વારા યાત્રીકોની સુવિધા માટે જુદી જુદી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને સમગ્ર હાલારને દેશની આર્થિક રાજધાની મુંબઇ સાથે જોડતી ઓખા-મુંબઇ સેન્ટ્રલ સ્પેશ્યલ ટ્રેન કે જે અઠવાડીયામાં ચાર દીવસ ચાલતી હતી તે હવેથી ડેઇલી કરવામાં આવી છે.

ટ્રેન નં. 02946 ઓખા-મુંબઇ સેન્ટ્રલ સ્પે. ટ્રેન તથા 02945 આ બંને ટ્રેન અઠવાડીયામાં ચાર દિવસ ચાલતી હતી જે જે ઓખાથી મુંબઇ તા. 24 જુનથી તથા મુંબઇ ઓખા 22 જુનથી યાત્રીકો માટે રોજ દોડશે.

સમગ્ર હાલારના વેપારીઓ, શીપીંગ ધંધાર્થીઓ, રિલાયન્સના અધિકારીઓ  માટે ઓખા-મુંબઇ સ્પેશ્યલ ટ્રેન ડેઇલી કરવામાં આવતા હાલારના યાત્રીકોમાં આનંદની લાગણી ફેલાઇ છે. તેમજ ટ્રેન નં. 09239 હાપા-વિલાસપુર સ્પે. ટ્રેન તા. 26 જુનથી તેમજ ટ્રેન નં. 09240 વિલાસપુર-હાપા 28 જુનથી શ કરવામાં આવશે.

કોરોના સંક્રમણ ઘટતા રેલ્વે તંત્રની ગાડી ધીરે ધીરે પાટે ચડી ગઇ છે, અને પૂર્વરત થઇ રહી છે, યાત્રીકો પણ છેલ્લા ઘણા સમયથી મીની લોકડાઉનમાં બહાર નીકળ્યા ન હોય ધીરે ધીરે પ્રસંગોપાત તેમજ વેપાર-ધંધા અર્થે બહાર નીકળી રહયા છે, ઉપરોકત બંને ટ્રેનમાં ફેરફાર થવાથી જામનગર જીલ્લા તેમજ દેવભુમી દ્વારકાના વેપારી ભાઇઓને ઘણી રાહત થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS