ઓખા-હાવડા,પોરબંદર-હાવડા ફેસ્ટિવલ સ્પેશ્યલ સાપ્તાહિક ટ્રેનની અવધિ લંબાવાઈ

  • March 26, 2021 08:02 PM 

રવિવારથી શરૂ કરાશે બુકિંગઃ યાત્રિકોમાં હર્ષની લાગણી

પશ્ચિમ રેલ્વે દ્વારા યાત્રિકોની વિશેષ  સુવિધા માટે ઓખા-હાવડા, પોરબંદર-હાવડા  ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેનની અવધિ ત્રણ મહિના સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર ૦૨૯૦૫ ઓખા-હાવડા સાપ્તાહિક સુપર ફાસ્ટ  ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેન તા.૨-૫-૨૧ થી ૨૭-૬-૨૦૨૧ સુધી લંબાવવામાં આવી છે,તેવી જ ટ્રેન નંબર ૦૨૯૦૬ હાવડા-ઓખા સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેન તા.૪-૫-૨૦૨૧ થી ૨૯-૦૬-૨૦૨૧ સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર ૦૯૨૦૫ પોરબંદર હાવડા દ્વી-સાપ્તાહિક સુપર ફાસ્ટ સ્પેશિયલ ટ્રેન તા.૫-૫-૨૦૨૧ થી ૩૦-૦૬-૨૦૨૧ સુધી લંબાવવામાં આવી છે, તેવીજ રીતે ટ્રેન નંબર ૦૯૨૦૬ હાવડા-પોરબંદર દ્વી-સાપ્તાહિક સુપર ફાસ્ટ ફેસ્ટીવલ સ્પેશ્યલ ટ્રેન ૭-૫-૨૦૨૧ થી ૨-૭-૨૦૨૧ સુધી લંબાવવામાં આવી છે.

આ બંને ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત રહેશે, ટ્રેનોનું બુકિંગ ૨૮-૦૩-૨૦૨૧ રવીવારથી શરૂ થશે.આ બંને ટ્રેનોની અવધિ લંબાવવામાં આવતા હાલારના યાત્રિકોમાં હર્ષની લાગણી વ્યાપી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS