ઓખા-ગુવાહાટી-ઓખા સાપ્તાહિક વિશેષ ટ્રેન સેવા વિસ્તૃત

  • June 29, 2021 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખાથી 9મી જુલાઈથી તથા ગુવહાટીથી 5મી જુલાઈથી આગળની સૂચના સુધી લંબાવાઈ

દેશભરમાં ધીરે-ધીરે કોરોના મહામારી અંત તરફ ધકેલાઈ રહી છે, લોકોના જીવન પૂર્વવ્રત થઈ રહ્યાં છે ત્યારે પશ્ર્ચિમ રેલવે દ્વારા ટ્રેન વ્યવહાર પણ ધીરે-ધીરે પાટે ચડી રહ્યો છે. પશ્ર્ચિમ રેલવે દ્વારા ઓખા-ગુવહાટી વિશેષ ટ્રેન સેવા વિસ્તૃત કરવામાં આવી છે.

ટ્રેન નં.05635 ઓખા-ગુવહાટી દર શુક્રવારે 11:40 મિનિટે પ્રસ્થાન કરશે જે સોમવારે સવારે 6:30 મિનિટે ગુવહાટી પહોંચશે. તેવી જ રીતે ગુવહાટી-ઓખા ટ્રેન નં.05636 દર સોમવારે 10:40 મિનિટે ઉપડીને ઓખા ખાતે બુધવારે 23: 45 મિનિટે પહોંચશે.

આ બન્ને ટ્રેન આવતાં-જતાં દ્વારકા, જામખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વીરમગામ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર (સિટી), બયાના, આગ્રા પોર્ટ, ટુંડલા, કાનપુર (સેન્ટ્રલ), લખનૌ, ફૈઝાબાદ, અકબરપુર, વારાણસી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, બકસર, પટના, બખ્તિયારપુર, મોકામેહ, ન્યુ બરોની, ખગારિયા, નૌગાછિઆ, કટિયાર, બારસોઈ, કિશનગંજ, ન્યુ જલપાઈગુડી, ન્યુ કુચ બિહાર, ન્યુ અલીપુરદૌર, ન્યુ બોંગાઈ ગાંવ, રંગિયા અને કામાખ્યા સ્ટેશન રોકાણ કરશે.

આ બન્ને ટ્રેનમાં એસી ટુ ટાયર, થ્રી ટાયર, સ્લિપર કલાસ, સેક્ધડ કલાસ (સિટીંગ) અને પેન્ટ્રી કાર કોચિસ ઉપલબ્ધ છે. આ બન્ને ટ્રેન આગામી સૂચના ન મળે ત્યાં સુધી દોડશે.
દેશભરમાં ધીરે-ધીરે કોરોનાનું સંક્રમણ ઓછા થવાના પગલે કેન્દ્ર સરકાર દ્વારા છૂટછાટો આપવામાં આવી રહી છે, તેને પગલે રેલવે તંત્ર પણ ધીરે-ધીરે પાટે ચડી રહ્યું છે. છેલ્લા ઘણાં મહિનાથી લોકો પણ મિનિ લૉકડાઉનના લીધે બહાર નીકળી શક્યા નથી, તેઓ પણ ફ્રેશ થવા માટે ધીરે-ધીરે હરવા-ફરવા, સોશિયલ ડિસ્ટન્સ રાખીને નીકળી રહ્યાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS