બેટ દ્વારકા જતી નવ બોટના લાયસન્સ કરાયા સસ્પેન્ડ
ઓખા ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા બેટ ફેરી સર્વિસ સુવિધાના મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ઓખાથી બેટ દ્વારકા વચ્ચે યાત્રાળુ લઈ જતી કેટલીક ફેરી બોટમાંથી નવ બોટના લાયસન્સ 16 જાન્યુઆરી સુધી સસ્પેન્ડ કરાયા છે.
ઓખાથી બેટ દ્વારકા વચ્ચે દોડતી કેટલીક ફેરી બોટ અંગે ચકાસણી કયર્િ પછી ગુજરાત મેરીટાઈમ બોર્ડે નવ ફેરી બોટના લાયસન્સ આઠ દિવસ માટે મોકૂફ કરી નાખ્યા છે. અને ા.500 નો દંડ ફટકારવામાં આવ્યો છે.
જે પૈકી એમએફબી ધર્મરાજ, એમએફબી ગલસને કીરમાણી, એમએફબી રોશની, એમએફબી સીલ્વર પ્રોફેટ, એમએફબી યાકુબી, એમએફબી અલસીકંદર, એમએફબી જલકુમાર, એમએફબી આબે જમ જમનો સમાવેશ થાય છે, આની અમલવારી તા. 9 જાન્યુઆરી 2024 થી તા. 16-1-2024 સુધી એટલે કે દિવસ 8 સુધી મોકુફ રાખવામાં આવેલ છે.
ક્ષમતાથી વધારે મુસાફરોને બેસાડતી બોટ કે લાઈફ જેકેટ સાથે ન રાખતા બોટવાહકો સામે અવારનવાર રજૂઆતો થઈ તે સંદર્ભે ગુજરાત મેરીટાઇમ બોર્ડ બંદર અધિકારી ઓખા દ્વારા પગલા લેવામાં આવ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅજમેર શરીફ દરગાહમાં શિવ મંદિરના દાવા પર સરકારનું હિન્દુ વિરોધી વલણ
April 19, 2025 02:54 PMખોવાયેલો મોબાઈલ ફોન સોંપવા માટે 1500ની લાંચનાઆરોપી મહિલા પોલીસ હાઇકોર્ટ દ્વારા જામીનમુક્ત
April 19, 2025 02:50 PMદેશમાં દર વર્ષે લીવરની બીમારીને કારણે ૨ લાખ લોકો જીવ ગુમાવે છે
April 19, 2025 02:47 PMઅમદાવાદ ક્લબો રાજપથ અને કર્ણાવતીને સભ્યોને સર્વિસ ટેક્સ રિફંડ પરત કરવા આદેશ
April 19, 2025 02:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech