ભારે પવન તથા દરીયામાં કરન્ટના પગલે ઓખા-બેટ દ્વારકા વચ્ચે ફેરીબોટ સુવિધા બંધ કરાઇ

  • July 20, 2021 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અનેક યાત્રીકો અટવાયા: વાતાવરણ સામાન્ય થયે પુન: બોટ સેવા શ થશે

ઓખા તેમજ બેટ દ્વારકા વચ્ચે યાત્રિકો અને સ્થાનીકોના આવાગમન માટે ચાલતી પેસેન્જર ફેરી બોટ સેવાને ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ભારે પવન અને દરિયાના પાણીમાં કરન્ટના પગલે બંધ કરવામાં આવી હતી.

મુસાફરોની સુરક્ષ્ા કારણોસર બંધ કરાયેલ ફેરીબોટ સેવાને લીધે અનેક યાત્રાળુઓ જેટી પર અટવાયા હતા અને બેટ દ્વારકા જઇ શક્યા ન હતા. ઓખાના દરિયાકાંઠેથી બેટ-દ્વારકા વચ્ચે રોજેરોજ સેંકડો દર્શનાર્થીઓને લઇ જતી પેસેન્જર બોટને આજે દરીયામાં ન જવા સૂચના આપવામાં આવતા ઓખા તથા બેટના દરિયાકાંઠે 180 જેટલી મુસાફર બોટને લાંગરી દેવામાં આવી હતી.બેટ-દ્વારકા સ્થિત મંદિરોએ દર્શનાર્થે જવા વહેલી સવારથી જ ઓખા જેટીના દરિયાકાંઠે પહોંચી ગયેલા સંખ્યાબંધ યાત્રીકો અટવાયા હતા. તંત્ર દ્વારા વાતાવરણ પુન: સામાન્ય થયે ફેરીબોટ સેવા પુન: કાર્યરત કરાશે તેવું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS