રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોની જીલ્લાફેર બદલીના ઓફ્લાઈન કેમ્પનો બીજો તબક્કો યોજવાની જાહેરાત કરવામાં આવી છે. વેઈટિંગ લિસ્ટમાં રહેલા શિક્ષકોને ખાલી રહેલી જગ્યામાં બદલીનો લાભ મળે તેના માટે શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
આથી ધોરણ-1થી 5 માટે 27 ફેબ્રુઆરીના રોજ અને ધોરણ-6થી 8 માટે 28 ફેબ્રુઆરીના રોજ કેમ્પ યોજવાનો રહેશે. આ ઉપરાંત પ્રાથમિક શાળાઓમાં બદલી કેમ્પ્ના કારણે શિક્ષકો હાજર થવાથી જ્ઞાન સહાયકોને છૂટા કરવામાં આવ્યા છે. પરંતુ કેમ્પમાં હાજર થયેલા શિક્ષકોની મુળ જગ્યા ખાલી પડતા જ્ઞાન સહાયકોને ત્યાં નિમણૂક આપવામાં આવશે.
ઓફલાઈન કેમ્પ્નો બીજો તબક્કો યોજવા અંગે નિયામક ક્ચેરીએ વિભાગને પત્ર પાઠવતા મંજૂરી અપાઈ છે. વિભાગના આ નિર્ણયથી લાંબા સમયથી બદલી માટે રાહ જોતા અને થોડા માટે વેઈટિંગમા રહી ગયેલા શિક્ષકોને ફાયદો થશે. શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા પરિપત્ર અનુસાર, પ્રાથમિક શિક્ષકોની જિલ્લ ા ફેરબદલીના ઓફ્લાઈન કેમ્પ્નો બીજો તબક્કો યોજાશે.
રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોની જિલ્લ ાફેર બદલીનો કેમ્પ પૂર્ણ થયા બાદ કેટલાક જિલ્લ ામાં જગ્યા ખાલી છે. પ્રતિક્ષાયાદી મુજબ બોલાવવાના થતાં તમામ ઉમેદવારોને કેમ્પ્ના બેથી ત્રણ દિવસ પહેલા જાણ થાય તે માટે પણ રાજ્યના તમામ જિલ્લ ા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
27 ફેબ્રુઆરીના રોજ ધોરણ-1થી 5 માટે જિલ્લ ા ફેરબદલી કેમ્પ યોજાશે અને 28 ફેબ્રુઆરીના રોજ ધોરણ-6થી 8 માટે કેમ્પ યોજાશે. પ્રતિક્ષા યાદીમાં રહેલા ઉમેદવારોને ફેરબદલી કેમ્પ્ના સ્થળ, સમય અને તારીખ અંગેની જાણ સમયસર કરવા ઉપરાંત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોના વધ-ઘટ, આંતરિક અને જિલ્લ ાફેર બદલી કેમ્પ્ના કારણે શિક્ષકો હાજર થવાની રાજ્યના ઘણા જિલ્લ ાઓમાં જ્ઞાન સહાયકોને છૂટા કરવામાં આવ્યાં છે.
બીજી તરફ બદલીથી અન્ય શાળામાં ગયેલા શિક્ષકોના કારણે મુળ શાળાઓમાં જગ્યાઓ પણ ખાલી પડી છે. જેથી આ પ્રકારે છૂટા થયેલા જ્ઞાન સહાયને જે-તે જિલ્લ ામાં ખાલી પડેલી જગ્યામાં નિમણૂક આપવામાં આવશે. આ મુદ્દે પ્રાથમિક શિક્ષણ નિયામક તમામ જિલ્લ ાના ડીઈઓ- કચેરીએ શાસનાધિકારીને પરિપત્ર દ્વારા સૂચના પણ આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech