જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ ‘વેસ્ટ ટુ એનર્જી’ પ્લાન્ટની મુલાકાતે

  • June 09, 2021 10:10 AM 

જામનગર શહેરમાં જનરેટ થતા ગાર્બેજના નિકાલ માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા 7.5 મેગાવોટ કેપેસીટીનો વેસ્ટ ટુ એનર્જી પ્રોજેકટ પી.પી.પી. ધોરણે ા. 90 કરોડના ખર્ચે ગાંધીનગર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની બાજુમાં 17 એકર જગ્યામાં પ્લાન્ટ ઉભો કરવામાં આવેલ છે. હાલે પ્લાન્ટનું બાંધકામ પૂર્ણ કરી ટેસ્ટીંગ કરવામાં આવેલ છે. સદરહું પ્લાન્ટ પ્રોજેકટ આરડીએફ ટેકનોલોજી આધારીત છે. વેસ્ટ ટુ એનર્જી અંતર્ગત રીન્યુઅબલ પાવર જનરેશન કરવામાં આવશે. તેમજ આ પ્રોજેકટનો કાર્યકાળ 20 વર્ષનો છે. હાલે પાર્ટી દ્વારા આ પ્રોજેકટનું બાંધકામ હાથ ધરેલ છે. તેમજ પાર્ટી દ્વારા સાઇટ ખાતે અંદાજીત 18000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે.

જામનગર શહેરમાં વોર્ડ નં.રમાં ગાંધીનગર વિસ્તારમાં આવેલ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની મુલાકાત લેવામાં આવેલ આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારી, ડે.મેયર તપન જશરાજ પરમાર, ચેરમેન સ્ટે. કમીટી મનીષભાઇ કટારીયા, શહેર ભાજપ અઘ્યક્ષ વિમલભાઇ કગથરા, શાસક પક્ષ નેતા કુસુમબેન પંડયા, સ્થાનિક કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા, તેમજ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વિશેષમાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)