જેતપુરમાં બંધ લાયન્સ સ્કૂલ પાસેના દબાણો કરવા અરજી બાબતે હોદ્દેદારો વિવાદમાં આવ્યા
જેતપુરમાં બંધ લાયન્સ સ્કૂલ પાસેના દબાણો કરવા અરજી બાબતે હોદ્દેદારો વિવાદમાં આવ્યા
May 16, 2026 08:22 PM
જેતપુરના જૂનાગઢ રોડ પર આવેલ ૨૮ વર્ષથી બંધ અવસ્થામાં રહેલ લાયન્સ સ્કૂલની જમીન જાહેર હરાજી પેલા તેની બાઉન્ડ્રી બહાર બનેલ મકાનો સરકારી દબાણ હોય તે હટાવવા લાયન્સ કલબે અરજી કરતા નગરપાલિકા દ્વારા ૩૦ થી ૪૦ જેટલા મકાન ધારકોને માલિકી હક્ક રજૂ કરો નહીંતર દબાણ દૂર કરવાની નોટીસ આપતા ખાનગી કિંમતી જમીન માટે સરકારી તંત્ર હાથો બન્યું કે પછી બીજું કંઈ કારણ હોવા શહેરના જૂનાગઢ રોડ પર સાડા નવ વિદ્યામાં લાયન્સ કલબ (સોસાયટી) જેતપુર ટ્રસ્ટ દ્વારા પચાસેક વર્ષ પહેલાં લાયન્સ સ્કૂલ બનાવવામાં આવી હતી. તત્કાલીન સમયે સ્કૂલના ટ્રસ્ટીઓમાં જેતપુરના ધારાસભ્ય, નામી ડોકટર, તેમજ ટોચના ઉદ્યોગપતિઓ હતા અને સ્કૂલ પણ ખૂબ સારી રીતે ચાલતી ત્યારબાદ વર્ષ ૧૯૯૮ની આસપાસ કોઈ કારણસર સ્કૂલ બંધ વતાં આ સ્કૂલની ઈમારત કેન્દ્રીય વિદ્યાલયને ભાડે આપવામાં આવી હતી. પરંતુ દસેક વર્ષથી કેન્દ્રીય વિદ્યાલય પણ પેઢલા ગામે બની જતા આ સ્કૂલની ઇમારત ખંઢેર હાલતમાં ફેરવાઈ ગઈ છે. હમણાં લાયન્સ સ્કૂલ ફરી ચર્ચામાં આવી ગઈ છે પરંતુ સ્કૂલને કારણે નહિ પરંતુ તેની કિંમતી જમીનને કારણે હવેના લાયન્સના મેમ્બરો માટે આ જમીન લગડી સમાન બની ગઈ છે. જેવી જ તેના મેમ્બરો (તસવીર: હિતેશ સાવલીયા-જેતપુર) દ્વારા આ જમીન વેચવાની પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ જમીન વેચવા માટે અડચણરૂપ સ્કૂલની બાઉન્ડ્રી બહાર ૪૫ વર્ષથી દબાણરૂપ સજયિલ મકાનો તેમજ લાયન્સના જુના ટ્રસ્ટીઓ કે જેઓએ લાયન્સ એજયુકેશન એન્ડ મેડિકલ ફાઉન્ડેશનના નામે સ્કૂલમાં ઉભેલ ઇમારત બનાવેલ હતી તે છે. ૩૦ માર્ચ૨૦૨૬ના રોજ લાયન્સ કલબ (સોસાયટી) જેતપુર ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઈ પરમારની સહીવાળી જેતપુર નગરપાલિકામાં એક અરજી કરવામાં આવતા નગરપાલિકા દ્વારા કલબ વતી અરજી કરનાર પ્રકાશ પરમાર સ્કૂલ ટ્રસ્ટી તરીકે નથી લાયસન્સ સ્કૂલની જગ્યા ઉપર નોટીસ બોર્ડ લગાવેલ છે કે આ જગ્યાનો ભોગવટો લાયન્સ એજ્યુકેશન એન્ડ મેડિકલ ફાઉન્ડેશન કરે છે જેથી અમારી પરવાનગી વગર આ જગ્યાની કોઈપણ વ્યક્તિ/સંસ્થાએ કઈ કાર્યવાહી કરવી કે કરાવવી નહિ અને જો કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને નીચે ટ્રસ્ટી તરીકે નરેન્દ્રભાઈ વિનોદરાય વસાવડા લખેલ છે. જેથી ડો. વસાવડાને આ અંગે પૂછતાં તેઓએ જણાવેલ કે, લાયન્સ કલબ (સોસાયટી) અને લાયન્સ એજ્યુકેશન એન્ડ મેડિકલ ફાઉન્ડેશન બંને અલગ છે હું એજ્યુકેશન મેડિકલ ફાઉન્ડેશનનો પ્રમુખ છું અને મને આ જગ્યા બાબતે અમારે ચેરિટીમાં કેસ ચાલે છે એટલે તેની કઈ કાર્યવાહી થાય જ નહીં તેની હરાજી વિશે પણ મને કોઈએ જાણ કરી નથી. અને નગરપાલિકમાં પ્રકાશ પરમારે દબાણ હટાવવા અરજી કરી છે તેનું નામ ચેરિટીમાં નોંધાયેલ જ નથી જેથી તે લાયન્સ કલબ ટ્રસ્ટ વતી અરજી જ ન કરી શકે અને ત્યાં જે બિલ્ડીંગ છે તેના અમો કબ્જેઘર હોવાથી હરરાજીનો સવાલ જ નથી. દબાણ બાબતે નોટિસ આપવામાં આવી છે. આમ, જૂનાગઢ રોડના પ્રાઈમ લોકેશન પર આવેલ લગડી જેવી જમીન માટે ઉપરથી જ કોઈ મોટો ખેલ ખેલાયેલ હોવો જોઈએ કેમકે શહેરમાં વર્ષોથી લોકમેળો યોજી સેવા કાર્ય કરવાનો દાવો કરતી લાયન્સ કલબ એક અરજી દ્વારા છેલ્લ : પિસ્તાલીસ વર્ષોથી વસવાટ કરતા લોકોની છત છીનવાની માંગ કરી રહી છે.