અમદાવાદમાં શાર્પશૂટરને પકડનાર અધિકારી અને કર્મીઓ કોરોનાથી સંક્રમિત

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત ATSના 11 અધિકારીઓ-કર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. PI, PSI સહિત 11 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતાં તમામને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે 20 ઓગસ્ટના રોજ ભાજપ નેતા ગોરધન ઝડફિયાને મારવા આવેલા શાર્પશૂટર અને કાલુપુર બોમ્બ બ્લાસ્ટના આરોપીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા ત્યારે આ અધિકારીઓ અને કર્મચારીઓ તેના સંપર્કમાં આવ્યા હતા.

 

કહેવાય છે કે ગોરધન ઝડફિયાની દાઉદના ઈશારે છોટા શકીલ મારફતે હત્યાનું કાવતરું ઘડાયું હતું. ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ 19 ઓગસ્ટે ગોરધન ઝડફિયાની હત્યા કરવા આવેલા શાર્પશૂટરની રીલિફ રોડ પરની વિનસ હોટલમાંથી ધરપકડ કરવા માટે મેદાને પડયા હતા. જેમાં હત્યા માટે અમદાવાદ આવેલા શાર્પશૂટર ઈરફાન શેખની ગુજરાત ATSની ટીમે ધરપકડ કરી હતી જો કે ઈરફાન શેખનો કોરોના રિપોર્ટબીજા દિવસે જ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં તેના સંપર્કમાંઆવેલા અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે આથી તમામને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS