રાજકોટ શહેર પોલીસ અને વિવાદ જાણે એકબીજાના પર્યાય હોય તેમ વહીવટના મામલે સમયાંતરે કંઈક ને કંઈક ઉભરી આવે છે. આમ સાઈડ લાઈન ગણાતા પરંતુ વહીવટમાં કુશળગ્રસ્ત એવા પોલીસ હેડ કવાર્ટરનો ગજગ્રાહ હવે બહાર આવી રહ્યો છે. સત્તાની સાંઠમારી કે, આમદાનીના મામલે પોલીસ હેડ કવાર્ટરમાં શું અધિકારીઓ આમને સામને આવી ગયા છે ? આવો પ્રશ્ન જાણકારોમાં કે સ્ટાફમાં ઉદભવતો હશે. છેલ્લ ા કેટલાક સમયથી આંતરીક વિખવાદમાં એકબીજા પર કાદવ ઉછાળના મોકા શોધાતા હોવાની પણ ભારે ચર્ચા વહી રહી છે.
રાજકોટ શહેર પોલીસ હેડ કવાર્ટરમાં પરેડથી લઈ કેદી પાર્ટી અને અન્ય ડયુટીઓ સ્ટાફને ફાળવવામાં આવે છે. હેડ કવાર્ટરમાં બે પીઆઈ અને તેમની ઉષર કમાન કસવા એસીપી છે. હેડ કવાર્ટરના એસીપી અને પીઆઈને વહીવટ આપવા પડતા હોવાની વાયરલ થયેલી ઓડીયોએ અત્યારે તો શહેર પોલીસ બેડામાં અને ખાસ કરીને હેડ કવાર્ટરમાં ભારે ચકચાર જગાવી છે. જે રીતે એક મહિલા પોલીસ કર્મચારી સામે બીજા પોલીસ કર્મચારીને અધિકારીઓનું શું બાંધણું અને કેટલા આપવા પડે ? તેવા પ્રશ્નો કરી રહી છે અને સામે આ અધિકારીના આટલા અને પેલા અધિકારીના કેટલા જેવા ફીગર પણ સામે છેડેથી પુરૂષ કર્મચારી આપે છે.
અત્યાર સુધી આ બધું ધરબાયેલું રહેતું હતું હવે ઉભરીને બહાર આવી રહ્યું છે. આ વાયરલ વિડીયોમાં એસીપીના પાંચ હજાર અને પીઆઈના ૨૫૦૦નો જે આંકડો બોલાઈ રહ્યો છે તે ખરેખર બન્ને અધિકારીને બદનામ કરવાનો હોય કે સાચો એ તો આક્ષેપ કરનારા જાણતા હશે પરંતુ અત્યારે વાયરલ ઓડીયો સિવાય ઓફીશ્યલ કોઈ પગલા લેવાયા હોય તેવું જાહેર થયું નથી, તપાસ ચાલી રહી છે. તપાસના અંતે કોણ સાચુ અને કોણ ખોટું ? તે સ્પષ્ટ્ર થશે. ત્યાં સુધી તો ઓડીયોમાં જેનો અવાજ છે તે પોલીસ હેડ કવાર્ટરના મહિલા પોલીસ કર્મચારી, પુરૂષ કર્મચારી અને બન્ને અધિકારીઓ તરફ તપાસનો મોરચો મંડાયેલો રહેશે.
પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા કર્મચારીઓને તેઓના કામકાજથી લઈ કોઈને કોઈ પ્રકારે કંઈકને કંઈક રાજીપો અધિકારીઓને કરવો પડતો હોવાની છાપ છે. પોલીસ હેડ કવાર્ટરમાં જ એવી ચર્ચા આ વાયરલ ઓડીયોને લઈને મંડાયેલી છે કે, પોલીસ હેડ કવાર્ટરની સત્તા માટેની સાંઠમારી અને આવા કારણોસર અધિકારીઓ આમને–સામને કદાચ આવી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે. એકના હાથમાંથી હેડ કવાર્ટરની કામગીરીની સત્તા સરી પડતા કદાચીત આ વાત જેના હાથમાંથી વહીવટ સરકી ગયો હોય તેમને ઉચિત ન લાગ્યું હોય અને હવે આવા ઉખેડાઓ શું બહાર આવી રહ્યા હશે. ?
અત્યારે તો વાયરલ ઓડીયો માત્ર પોલીસ કમિશનર સુધી પહોંચ્યા સિવાયની ઉપરોકત કોઈ બાબતો ઓનપેપર આવી નથી. જેને લઈને પોલીસ હેડ કવાર્ટરમાં કામ બાબતે, નોકરી બાબતે નિવૈધ ધરવા પડતા હોવાની વ્હાલા દવલાની નીતિ થતી હોવાની કે વહીવટની આ તમામ બાબતો ચર્ચા કે અફવારૂપ માનવી રહી
અગાઉ મહિલા કર્મચારીઓના રજાનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો
રાજકોટ પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓને તેેેઓને અલગ અલગ હેડ હેઠળ મળતી હકક રજાઓ મેળવવા માટે પણ ભારે મુશ્કેલી કે ન સાંભળવાના શબ્દો, વાતો સહન કરવી પડતી હતી તે મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. આ મામલો ઉચ્ચ પોલીસ અધિકારીના ધ્યાન સુધી પહોંચ્યો હતો અને જે તે સમયે મહિલા કર્મચારીઓને રજા લેવા માટે ચોકકસ સમયે જ આવવાનું અને આવું બધં બારણે કરાતું ફરમાન તાત્કાલીક ધોરણે બધં કરાવાયું હતું. જે તે સમયે એ અધિકારીને પણ લેખીત ફટકારીને જો હવે આવું કઈં બનશે તો આકરા પગલા લેવાશેની નોટીસ સાથે સાનમાં સમજાવ્યા હતાની પણ એ વખતે ચર્ચા ચાલી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં અસામાજિક તત્વોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી, લોકોના ટોળેટોળા ઉમટ્યા
December 23, 2024 11:37 AMરોબોટ માત્ર ત્વચાને સ્પર્શ કરીને માનવ લાગણીઓને અનુભવશે
December 23, 2024 11:37 AMઅમેરિકાએ હવે પનામા નહેર પર કબજો કરી લેવો પડશે: ટ્રમ્પ
December 23, 2024 11:35 AMફિલ્ડિંગ કોચ ટી દિલીપે ખેલાડીઓ વચ્ચે સ્પર્ધાનું આયોજન કર્યું, ઇનામ રાખ્યું 300 ડોલર; જુઓ કોણ જીત્યું
December 23, 2024 11:35 AMખંભાળિયામાં ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરી ઠપ્પ
December 23, 2024 11:35 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech