‘આપ’ના થયાં પારકા! જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિમાં કોંગ્રેસ-‘આપ’ પાર્ટીના કાર્યકરો-ટેકેદારો ભાજપમાં જોડાયા

  • February 16, 2024 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ગેરંટી પર સમગ્ર દેશને વિશ્ર્વાસ છે: રમેશ મુંગરા

જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે લોકસભા ચૂટણીમાં ફરી વખત કેસરિયો લહેરાય અને નરેન્દ્રભાઇ મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બને તેવી નેમ સાથે કોગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ સંજયસિંહ જાડેજા તેમના સંખ્યાબંધ ટેકેદારો સાથે તથા આમ આદમી પાર્ટીમાથી તાલુકા પંચાયતના પૂર્વ ઉમેદવાર-અગ્રણી પ્રદીપસિંહ જાડેજા તેમના ટેકેદારો સાથે જિલ્લા પ્રમુખ રમેશભાઈ મુંગરાના હસ્તે કેસરિયો ખેસ પહેરી વિધિવત રીતે ભાજપમાં જોડાઈ રાષ્ટ્રની વિકાસયાત્રામાં સહભાગી થવા સંકલ્પબદ્ધ થયા હતા.
આ પ્રંસગે જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, પ્રવીણસિંહ જાડેજા, અભિષેકભાઈ પટવા, અગ્રણી જેઠાલાલ અઘેરા, ગાંડુભાઈ ડાંગરિયા, સંજયભાઈ ડાંગરિયા, છગનભાઇ સોરઠીયા, આબાલાલસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
લોકસભા સંયોજક ડો. વિનોદ ભંડેરી, પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયા, જામનગર તાલુકા પ્રભારી ભવાનભાઈ ચૌહાણ, તાલુકા ભાજપ પ્રમુખ મુંકુદભાઈ સભાયા, જિલ્લા મંત્રી કુમારપાલસિંહ રાણા ઉપસ્થિત રહેલ હતા.
જિલ્લા ભાજપ આગેવાનોની સંયુક્ત અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ગૃહમંત્રી અમીતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની રાષ્ટ્રવાદની નિતી અને મજબુત સંગઠનને કારણે સામાજિક અગ્રણીઓ પક્ષમાં જોડાઈ રહેલ છે. આ ગ્રામ્ય વિસ્તારનો નરેન્દ્રભાઈ મોદી પરનો વિશ્વાસ છે તેમ મીડીયા સેલ ક્ધવીનર નરેન્દ્રસિંહ પરમાર તથા સહ-ક્ધવીનર બાવનજીભાઈ સંઘાણીની યાદીમા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application