સાળંગપુરમાં કષ્ટભંજન દેવને એક કિલો સોનાનો મુગટ અર્પણ

  • November 17, 2023 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સાળંગપુર ધામ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રાણ-પ્રતિષ્ઠા થયાને 175 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને એક એક કિલોના બે અલગ- અલગ શુદ્ધ સોનાના હીરાજડિત મુગટ તથા કુંડળ સંતોના હસ્તે અર્પણ કરાશે. આજે શાસ્ત્રોક્ત વિધિ કયર્િ બાદ સુરતના ભંડારી પરિવારે બનાવડાવેલો મુગટ દાદાને અર્પણ કરવામાં આવ્યો. દાદાનો આંખોને આંજી દે એવો મુગટ અને કુંડળ 1 કિલો સોનામાંથી બનાવાયો છે. આ મુગટમાં ગદા, બે મોર જે કળા કરતા જોઈ શકાય છે, મોરપીંછ અને ફ્લાવરની આકૃતિ કરવામાં આવેલી છે અને મુગટમાં મોરની ચાંચ અને આંખમાં મીણાની કારીગરી કરવામાં આવેલી છે. આ સોનાના બનેલા મુગટ અને કુંડળમાં 7000થી વધુ ડાયમંડ લગાડવામાં આવ્યા છે. મુગટ અને કુંડળની ડિઝાઈન કરતાં 1 મહિનો અને બનાવતા 10 કારીગરોને 3 મહિનાનો સમય લાગ્યો હતો.
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાંઆચાર્ય રાકેશપ્રસાદ મહારાજના આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ અંતર્ગત દાદાને વિશેષ વાઘાનો તેમજ સિંહાસનને ગુલાબના ફૂલોથી શણગારવામાં આવેલ તથા ભક્તોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટ્યું હતું. ઘણા હરિભક્તોએ રૂબર હાજર રહી તથા યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન દર્શનનો લ્હાવો લીધો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application