દિવાળી પર મા લક્ષ્મીને અર્પણ કરો આ સ્વાદિષ્ટ સ્ટફ્ડ લાડુ

  • October 24, 2024 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવાળી પર દેવી લક્ષ્મીની પૂજા સમયે ભોગ ધરવો પણ જરૂરી છે. દેવી લક્ષ્મીને સફેદ રંગ વધુ પ્રિય છે. માટે લોકો માતાજીને ખીર વગેરે ચઢાવે છે પરંતુ જો દિવાળીના પ્રસાદમાં કંઈક નવું ટ્રાય કરવા માંગતા હોય તો મખાના અને દૂધથી લાડુ બનાવી શકાય. જાણો તેની સરળ રેસીપી.


સ્ટફ્ડ લાડુ બનાવવા માટેની સામગ્રી


અડધો કપ ખાંડ

1/3 કપ પીટેડ ખજૂર


સ્ટફ્ડ લાડુ બનાવવાની રેસીપી


-સૌપ્રથમ મખાનાને બરાબર ફ્રાય કરીને પીસી લો.


-કાજુને પણ પીસીને પાવડર બનાવો.


-ખાંડ અને એલચીને એકસાથે મિક્સરમાં નાખીને પીસીને પાવડર બનાવી લો.


-હવે એક કપ મિલ્ક પાઉડર અને ત્રણથી ચાર ચમચી દૂધ ઉમેરીને એક બાઉલમાં બધી સામગ્રી નાખીને મિક્સ કરી લો અને કણકની જેમ વણી લો.


-મિશ્રણ બનાવવા માટે દૂધની માત્રા ચાર ચમચીથી વધુ હોય શકે છે. આ મિશ્રણને ઢાંકીને રાખો.


-હવે ખજૂર, કાજુ, બદામ અને શેકેલા ખસખસને મિક્સર જારમાં મિક્સ કરીને પીસી લો.


- આ બધી દળેલી વસ્તુઓને એક બાઉલમાં કાઢી લો.


-હવે ખજૂરના મિશ્રણની નાની-નાની ગોળીઓ તૈયાર કરો.


-હવે ગૂંથેલા મખાનાનો લોટ લો, તેમાંથી એક નાનો બોલ બનાવી લો, તેને હાથ વડે ગોળ બનાવો અને તેને ચપટી કરો અને ભરવા માટે બોલ તૈયાર કરો.


-ખજૂરનો એક નાનો બોલ વચ્ચોવચ મુકો અને તેને ગોળ આકાર આપો, તેને સેટ કરો અને લાડુ તૈયાર કરો.


-ડ્રાયફ્રૂટ્સમાંથી બનાવેલા ટેસ્ટી અને હેલ્ધી લાડુ તૈયાર.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application