ઓખામંડળની પરિણીતાને ત્રાસ આપવા સબબ પતિ સહિત ચાર સામે ગુનો

  • April 10, 2021 07:50 PM 

ઓખા મંડળના મકનપુર વિસ્તારની અને હાલ મીઠાપુરની ટાટા ટાઉનશિપ ખાતે રહેતી તથા રાણાભાઈ હાથીયાની 22 વર્ષિય પુત્રી હંસાબેન સુમરાભાઈ વીકમાને તેણીના લગ્ન જીવન દરમિયાન તેણીના પતિ સુમરાભાઈ હમીરભાઈ વિકમા, સસરા હમીરભાઈ ડાયાભાઈ વીકમા, સાસુ જીવીબેન તથા નણંદ જાસીબેન હમીરભાઈ દ્વારા અવાર- નવાર નાની- નાની વાતોમાં મેણા- ટોણા મારી, શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આવતા આ બનાવ અંગે અહીંના મહિલા પોલીસે ચારેય સાસરીયાઓ સામે આઇ.પી.સી. કલમ 498(એ), 323, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS