વીંછીયાના જંગલ વિસ્તારમાં બાઈક પર શિકાર કરવાના ઇરાદે આવેલા દંપતિને ફોરેસ્ટના કર્મચારીએ રોકતા બંને બાઇકમાં નાસી છૂટ્યા હતા જેને પકડવા માટે ફોરેસ્ટના કમચર્રિીએ બાઈક પાછળ કરતા બાઈક સ્લીપ થવાથી દંપતિ પટકાયું હતું અને યુવકને માથામાં ઇજા થતા સારવાર માટે પ્રથમ વીંછિયા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. દંપતી પાસેથી બંધુક પણ મળી આવતા કબ્જે કરી બંને સામે ગુનો નોંધ્યો છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ જસદણમાં રહેતા અને વનપાલ (રાઉન્ડ ફોરેસ્ટર) તરીકે ફરજ બજાવતા દેવરાજભાઇ વાલજીભાઇ ગોહિલ (ઉ.વ.39)નાએ વીંછિયા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં મોઢુકા ગામના મગન તડસી ખાવડીયા અને તેની પત્ની શારદાબેનનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત રાત્રીના નવેક વાગ્યે ઇન્ચાર્જ વનપાલ અને બીટગાર્ડ સાથે મોઢુકા રાઉંન્ડની ઉમઠવીડી બોર્ડર પાસે પેટ્રોલીંગમાં હતા ત્યારે અવાજ સંભળાતા ટોર્ચ લાઈટ કરીને જોતા એક પુરુષ અને મહિલા હાથમાં બંદૂક સાથે જોવા મળતા શિકારના ઇરાદે પ્રવેશ કર્યો હોવાનું લાગતા તેને ઉભા રહેવાનું કહેતા બંને મોટરસાઈકલમાં ભાગવા લાગ્યા હતા આથી તેને પકડવા માટે અમે જુદી જુદી મોટરસાઈકલમાં પીછો કરતા તેની મોટરસાઇકલ રાધાકૃષ્ણ મંદિરથી મોઢુકા વચ્ચે સ્લીપ થઇ જતા બંને દંપતી પટકાયા હતા અને તેની પાસે રહેલી બંદૂક પણ બાજુમાં પડી હતી. ત્યાં જઈને જોતા યુવકના માથાના ભાગેથી લોહી નીકળવા લાગતા 108 મારફતે તેને પ્રથમ વીંછિયા અને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. દંપતી પાસેથી મળેલી બંદૂક વીંછિયા પોલીસ સ્ટેશનને સોંપી બનાવની જાણ કરતા પોલીસે દંપતી સામે ગુનો નોંધી હોસ્પિટલ ખાતે પોલીસ જાપ્તો રાખ્યો છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા દંપતી એવું જણાવી રહ્યા છે કે, અમે રાજકોટ રહેતા ભત્રીજા સંજયને દવા આપી પાછા આવતા હતા ત્યારે ત્રણ-ચાર શખ્સો આવે અમે ફોરેસ્ટમાંથી આવીએ છીએ કહી પત્નીની ચૂંદડી ખેંચી હુમલો કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech