ઘર બનશે જેલ: કેદીઓ પર જીપીએસ લગાવશે ઓડીશા સરકાર

  • August 29, 2023 04:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઓડિશાની જેલોમાં કેદીઓની સંખ્યા ઘટાડવા માટે સરકાર એક મોટું પગલું ભરવા જઈ રહી છે નાના ગુનાઓમાં સંડોવાયેલા આરોપોનો સામનો કરી રહેલા અંડરટ્રાયલ આરોપીઓ હવે જેલમાં નહીં પરંતુ ઘરોમાં બધં રહેશે. આ માટે નવીન પટનાયક સરકાર જીપીએસ સક્ષમ ટ્રેકિંગ ઉપકરણોનો ઉપયોગ કરવા જઈ રહી છે. કેદીઓ પર જીપીએસ લગાવીને તેમની દેખરેખ રાખનાં ઓડિશા પહેલું રાય બનશે. સરકારે કહ્યું કે આ પગલાનો હેતુ અંડરટ્રાયલ કેદીઓને અટકાયતમાં રાખવાની મંજૂરી આપીને જેલોની ભીડ ઓછી કરવાનો છે. આ પહેલથી યાં જેલોમાં ભીડ ઓછી થશે ત્યાં સરકારનો કેદીઓ પર થતો ખર્ચ પણ બચશે. યુએસમાં આ પ્રકારના ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ટ્રેકિંગ ડિવાઇસ, જેની કિંમત . ૧૦,૦૦૦ થી . ૧૫,૦૦૦ વચ્ચે હોવાનો અંદાજ છે. આ ઉપકરણ કેદીના પગની ઘૂંટી સાથે જોડાયેલ હશે. તે એવું જીપીએસ હશે કે તેની સાથે છેડછાડ થશે તો તે એલર્ટ મોકલશે.તેમજ ઘરમાંથી કે તેની મર્યાદાની બહાર જવા પર ચેતવણી આપશે.આરોપી પર લગાવવામાં આવનાર ઉપકરણને ચોક્કસ વિસ્તાર માટે પ્રોગ્રામ કરવામાં આવશે. જો શંકાસ્પદ વ્યકિત નક્કી કરેલી મર્યાદાથી આગળ વધે તો તે તરત જ પોલીસને ચેતવણી આપશે. જેના કારણે આરોપીના જામીન રદ થશે અને તેને જેલમાં મોકલી દેવામાં આવશે.આ ઉપકરણની કિંમત કેદીઓ પાસેથી જ લેવામાં આવશે.


જેલના ડીજીએ કહ્યું કે જામીન આપતી વખતે અંડરટ્રાયલ કેદીઓને પૂછવામાં આવી શકે છે કે તેમને જેલ જોઈએ છે કે જામીન. જામીન મેળવવા માટે તેમના માટે ટ્રેકિંગ ડિવાઇસ ફરજિયાત બનાવી શકાય છે. સરકારે આ સાધનો ખરીદવાની જર નથી. તેના બદલે, અન્ડરટ્રાયલ કેદીઓને જામીનના બદલામાં સાધનો ખરીદવા માટે કહેવામાં આવી શકે છે. ટેકનોલોજીનો ઉપયોગ જેલની અંદર ખતરનાક ગુનેગારોની હિલચાલને નિયંત્રિત કરવા માટે પણ થઈ શકે છે. ડીજી મનોજ કુમાર છાબરાએ જણાવ્યું હતું કે, અમે રાય સરકારને એવી ટેકનોલોજી દાખલ કરવાનો પ્રસ્તાવ મૂકયો છે કે જેના દ્રારા અમે નાના ગુનાઓમાં સંડોવાયેલા અહિંસક અન્ડરટ્રાયલને જેલમાં મોકલ્યા વિના તેમના ઘરે જ કેદ કરી શકીએ છીએ. તાજેતરમાં, ડિરેકટોરેટે ગૃહ બાબતોની સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ અન્ડરટ્રાયલ કેદીઓ માટે પગની ઘૂંટીની દેખરેખની પ્રણાલી રજૂ કરી હતી, જેમાં ઓડિશા સરકાર દ્રારા શરૂ કરાયેલા નોંધપાત્ર જેલ સુધારણાઓને પ્રકાશિત કરવામાં આવી હતી. છાબરાએ કહ્યું કે આ પહેલનો પ્રાથમિક ફાયદો જેલોમાં ભીડને પહોંચી વળવાનો છે. સુપ્રીમ કોર્ટે અગાઉ રાયોને વધુમાં વધુ સાત વર્ષની જેલની સજા ધરાવતા ગુના માટે અપરાધીઓની ધરપકડ ન કરવાની સલાહ આપી હતી. ઓડિશાની જેલોમાં લગભગ ૬૫% અંડરટ્રાયલ સાત વર્ષ સુધીની જેલની સજા માટે અટકાયતમાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application