રાજકોટ રોડ અને ખડપીઠમાંથી અડચણરૂપ દબાણો દૂર કરાયા

  • January 01, 2024 07:43 PM 

મહાનગરપાલિકા દ્વારા આજે રાજકોટ રોડ પરના અડચણરૂપ દબાણો હટાવી સર્વિસરોડ ખુલ્લો કરાયો હતો. મહાપાલિકાના દબાણ હટાવ સેલની ટીમ દ્વારા ફ્લાયઓવર નીચે આવતા ગઢેચી વડલાથી લાલ ટાંકી સહિતના બન્ને સાઈડપરથી લારી, ટેબલ, ખુરશી, પતંગનીરીલ માટેનો ચરખો, રેડીમેઈડ કપડાંના સ્ટેન્ડ તેમજ શેરડી સહિતનો માલ-સામાન જપ્ત કરાયો હતો. ઉલ્લેખનીય છે કે રાજકોટ રોડ પર ફ્લાયઓવરના ગઢેચીવડલાથી લાલટાંકી સુધીના રોડ પર મ્યુ. તંત્રના દબાણ હટાવ સેલ દ્વારા કહી શકાય કે અડચણરૂપ દબાણ હટાવાય છે, પરંતુ દબાણર્તાઓ દ્વારા પુનઃ દબાણ ઉભુંરી દેવાતા ટ્રાફિક સમસ્યા ઉભી થાય છે. ત્યારે હવે દબાણ હટાવ સેલની ટીમ પણ દરરોજ આ વિસ્તારમાં ત્રાટકી અડચણરૂપ દબાણો હટાવી રહી છે.આજે રાજકોટ રોડ ઉપરાંત દબાણહટાવ સેલની ટીમે જૂની ખડપીઠ અને ગબગર શેરીના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application