રાજકોટ રોડ પરથી અડચણરૂપ દબાણો હટાવાયા

  • January 27, 2024 05:21 PM 

મહાપાલિકા તંત્ર દ્વારા આજે રાજકોટ રોડ પર ઓવરબ્રિજના સર્વિસ રોડ પરના અડચણરૂપ દબાણો હટાવાયા હતા. મ્યુ. દબાણ હટાવ સેલ ની ટીમ દ્વારા ગઢેચી વડલાથી લાલટાંકી સહિતના વિસ્તાર માં જ્યાં ઓવરબ્રિજનો સર્વિસ રોડ બનાવાયો છે. ત્યાં અડચણરૂપ અસ્થાઈ દબાણ રોજિંદા બન્યા હોય સપ્તાહમાં ચારથી પાંચ દિવસ ખાસ ડ્રાઈવકરવામાં આવે છે. અને ટ્રાફિક ઉપરાંત રાહદારીઓ માટે નડતરરૂપે લારી, ગલ્લા, ટેબલ તેમજ કાઉન્ટર અને કેરેટ સહિતના નાના-મોટા દબાણો હટાવવા માં આવે છે. અને આ તમામ માલ-સામાન દબાણ હટાવ સેલ દ્વારા જપ્ત પણ કરવામાં આવે છે. પરંતુ દબાણકર્તાઓ ફરી એજ સ્થળે દબાણ ઉભું કરે છે. ત્યારે આજે શનિવારે જાહેર રજાના દિવસે પણ દબાણ હટાવ સેલ દ્વારા ખાસ ડ્રાઈવ યોજી સર્વિસ રોડ પરના લારી, કાઉન્ટર, ટેબલ તેમજ કેરેટ સહિતના અસ્થાઈ દબાણો દૂર કરી માલ-સામાન જપ્ત કરાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News