જામનગર બાજરા સંશોધન કેન્દ્રને થતાં અડચણરુપ તમામ દબાણોને દૂર કરાયા

  • May 11, 2021 10:15 AM 

અદાલતમાં ઑનલાઈન અરજીમાં વકીલ દ્વારા કરાયેલી દલિલો-રજૂઆતોને અદાલતે રાખી માન્ય

જામનગરની ગુજરાત (જુનાગઢ) કૃષિ યુનિ.ના બાજરા સંશોધન કેન્દ્રની સરકારી જગ્યામાં ઘણાં આસામીઓએ ગેરકાયદે દબાણો કરી મકાનો તથા દુકાનો બનાવેલ હતાં. કૃષિ યુનિ. આ જગ્યામાંથી કૈનાલ પસાર થાય છે જેના દ્વારા ઉપરવાસના દિગ્જામ અને ઍરફોર્સના તમામ વરસાદી વપરાશી પાણીનો નિકાલ આ કૈનાલ દ્વારા દરિયાની તરફ જાય છે, પરંતુ દબાણકારોએ આ કૃષિ યુનિ.ની જગ્યામાં આવેલ કૈનાલ પૂરી દઈ તેના ઉપર ગેરકાયદે દબાણ કરી બાંધકામ કરેલ. આના કારણે આ કૈનાલ દ્વારા જતાં પાણીનો રસ્તો બ્લૉક થઈ જતાં આ તમામ પાણી કૃષિ યુનિ.ની માલિકીની જગ્યામાં ખેતીવાડી ફાર્મમાં આવી જતાં આ જગ્યામાં થતાં ખેતી અંતર્ગત અભ્યાસ તથા સંશોધનો અને અખતરાઓ તથા આ સંશોધનથી થતાં તમામ પાક અને સંશોધનોનો નાશ થતો હતો અને સંશોધન કરતાં વૈજ્ઞાનિકોની ખેત પેદાશની નવી જાતો વિકસાવવાની અને પાક વધારવા માટેની મહિનાઓની મહેનત ઉપરાંત ઉભા પાકને કરોડો રુપિયાનું નુકસાન વેઠવું પડતું હતું.

આમ થતી નુકસાની રોકવા કૃષિ યુનિ.એ પોતાની જગ્યાની હદ મપાવી બાઉન્ડ્રી ઉપર દિવાલ બનાવવાનું કામ શરુ કરેલ અને આ બાંધકામ ગેરકાયદેસર દબાણને કારણે અટકી પડેલ હોય યુનિ.ના અધિકારીઓએ આ દબાણ હટાવવાનું કહેતાં તમામ દબાણકારોએ સાથે મળી અધિકારીઓને સામી ધાક-ધમકીઓ આપી ‘હવેથી આવશો તો તમો નોકરી કરવા લાયક નહીં રહો.. અને તમારી વિદ્ધ એસ્ટ્રોસિટી એકટની કલમો હેઠળ ખોટી બિનજામીન લાયક ફરિયાદ દાખલ કરીશું..’ એવી ચિમકી આપેલ હતી.

તેથી યુનિ.એ તેમના વકીલ દ્વારા ગેરકાયદે દબાણ દૂર કરી પૂરી દીધેલ કૈનાલ ફરી પૂર્વવત કરી દેવા નોટિસ આપેલી અને કોર્ટમાં તમામ દબાણકારો વિરુદ્ધ કેવીએટ અરજી દાખલ કરેલ અને આ દબાણ દૂર કરવા કલેકટર, એસપીની દરમિયાનગીરી માંગતાં અને સંલગ્ન સરકારી ખાતામાં તથા ધી ગુજરાત લેન્ડ બ્રેબિંક એકટ હેઠળ ફરિયાદની કાર્યવાહી શરુ કરતાં દબાણકારોએ કોર્ટમાં આ દબાણ દૂર નહીં કરવા દાવો દાખલ કરી હંગામી મનાઈ હુકમની માંગણી કરી હતી.

કોર્ટે ઓનલાઈન અરજન્ટ સુનાવણી કરતાં આ વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન કૃષિ યુનિ.ના વકીલની સીપીસીની મહત્વની જોગવાઈઓ, હકીકત તથા દબાણકતર્ઓિનો પ્રાયમાફેસી કેસ નથી કે, દાવો લાવવા કોઈ લિગલ ટાઈટલ ન હોય કે સરકાર સામે દાવો લાવતાં પહેલાં જરી મેન્ડેટરી નોટિસ આપેલ ન હોય સરકારી કૃષિ યુનિ.ને કાયદેરની કાર્યવાહી કરતાં રોકી શકાય નહીં તેવી રજૂઆત કરતાં બીજા પ્રિન્સિપાલ સિવિલ જજ સી.ડી. ખુબચંદાણી વાદીની વચગાળાની મ.હુકમની અરજી માન્ય રાખતાં કૃષિ યુનિ.ની તરફેણમાં ચૂકાદો આપ્યો છે અને ચૂકાદા અન્વયે યુનિ.એ તા.30.4.21ના રોજ એસ.પી.ના સહયોગથી જામ્યુકોની દબાણ શાખાએ ઉપરોકત તમામ ગેરકાયદે દબાણો દૂર કરી સરકારી જગ્યા ખાલી કરાવી આપેલ છે. આ કામમાં ગુજરાત (જુનાગઢ) કૃષિ યુનિ.ના વકીલ તરીકે એ.એન. શામ હાજર રહ્યાં હતાં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS