જામનગરમાં શગુન ઈન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગના તાલીમાર્થીઓની શપથ વિધિ

  • March 12, 2025 07:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તા.૦૨/૦૩/૨૦૨૫ (રવિવાર) ના રોજ સાંજે ૦૫:૩૦ કલાકે જામનગર ખાતે રહેલ શગુન ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ, હરિયા સ્કૂલ કેમ્પસ, ઇન્દિરા માર્ગ, જામનગર ખાતે અભ્યાસ કરતા તાલીમાર્થીઓની શપથ વિધિનો કાર્યક્રમ ટાઉન હોલ ખાતે યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમમા તાલીમાર્થીઓને મા.૫.પુ.૧૦૮ કૃણમણીજી મહારાજ (૫ નવતનપુરીધામ, ખીજડા મંદિર, જામનગર) આશીવચન આપેલ તેમજ આ કાર્યક્રમના મુખ્ય અતિથી વિશેષરૂપે ધર્મેન્દ્રસિંહ જાડેજા (પૂર્વ મંત્રી, ગુજરાત રાજ્ય), ડો. વી.એમ. શાહ (શારદા હોસ્પિટલ, જામનગર), કરશનભાઈ ડાંગર (પ્રમુખ વિકાસ ગૃહ,જામનગર), દેવેન્દ્રસિંહ ઝાલા (સી.ઈ.ઓ ઓશવાલ આયુષ હોસ્પિટલ, જામનગર),કુ. ટ્વિન્કલ ગોહેલ (વાઈસ પ્રેસીડન્ટ, ટ્રેન્ડ નર્સેસ એસોસીએશન ઓફ ઇન્ડિયા, ગુજરાતરાજ્ય) તેમજ સંસ્થાના ડાયરેક્ટર જગદીશ જાડફવા, ડો.મનીષ ભટ્ટ, ડો.વિકલ્પ શાહ, અશોક નંદા (એડવોકેટ) તથા ડો.જોગીન જોશી ની ઉપસ્થિતીમાં સંપન્ન થયો.



આ કાર્યક્રમનું તમામ મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય કરી શુભારંભ કરેલ.આ પ્રસંગે ડો.જોગીન જોશી દ્વારા મેહમાનોનું શાબ્દિક સ્વાગત કરાયેલ. ત્યાર બાદ અશોકભાઈ નંદા (એડવોકેટ) દ્વારા સંસ્થાના ત્રણ વર્ષ પૂર્ણ થયે સંસ્થાનો પરીચય આપવામાં આવેલ.વર્ષ ૨૦૨૪-૨૫ માં એડમીશન મેળવેલ વિદ્યાર્થીઓની શપથ વિધિ સંપન્ન કરાયેલ અને મહાનુભાવોના હસ્તે કોલેજમાં યુનિવસીટી તેમજ કાઉન્સિલ દ્વારા લેવાયેલ પરીક્ષામાં પ્રથમ, દ્રિતીય તેમજ તૃતીય રેન્ક મેળવેલ વિદ્યાર્થીઓને મેડલ તેમજ સર્ટીફીકેટથી સન્માનિત કરવામાં આવ્યા.
​​​​​​​


આ પ્રસંગે કરશનભાઈ ડાંગર,કુ. ટ્વિન્કલ ગોહેલ, ધર્મેન્દ્રસિહ જાડેજા તમામે પ્રાસંગિક ઉદબોધન તેમજ વિદ્યાર્થીઓને તેમની કેરીયરમાં ખુબ આગળ વધે તે માટે પ્રોત્સાહન આપેલ અને આ પ્રસંગે મા.પ.પુ.૧૦૮ કૃષ્ણમણીજી મહારાજ ( ૫ નવતનપુરીધામ, ખીજડા મંદિર, જામનગર) દ્વારા વિદ્યાર્થીઓને તેઓની કેરીયરમાં માનવ સેવાને પ્રાધાન્ય આપવાની સલાહ તેમજ આશીર્વાદ આપેલ.શગુન ઇન્સ્ટીટ્યુટમાં અભ્યાસ કરતા અલગ અલગ કોર્સના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરેલ જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ માવલ દ્વારા કરાયેલ,સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે હિતેશભાઈ બાટા અને રીપલ પ્રજાપતિ તેમજ તેની સમ્રગ ટીમે ખુબજ જહેમત ઉઠાવેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application