પોરબંદરમાં સીનીયર સીટીઝનોના ગ્રુપને લાયોનેસ કલબ દ્વારા રસીકરણ અંગે જાગૃત કરવામાં આવતા લેવાયા શપથ

  • March 04, 2021 01:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાની વેકસીન સંપુર્ણપણે વિશ્ર્વાસપાત્ર છે, તેનાથી કોઇ જ આડઅસર થતી નથી ત્યારે લોકોએ ભય રાખ્યા વગર તેને લેવી જોઇએ તે પ્રકારની પોરબંદરમાં લાયોનેસ કલબ દ્વારા સીનીયર સીટીઝનોને જાગૃતિ સાથે માર્ગદર્શન અપાતા આ સીનીયર સીટીઝનોએ શપથ લઇને કોરોના વેકસીન લેવા ખાત્રી આપી હતી.
લાયોનેસ કલબના પ્રમુખ જયોતિબેન મસાણીને એવો વિચાર આવ્યો કે,  કોરોના રસીકરણ અંગે હજુ ઘણી જગ્યાએ ગેરમાન્યતાઓ રહેલી છે તેથી લોકો અમુક વખતે રસી મુકાવવા આગળ આવતા નથી આથી ખાસ કરીને સીનીયર સીટીઝનોને જો રસી મુકાવી દેવામાં આવે તો તેઓને તે ઉપયોગી સાબિત થશે આથી તેમણે તેમના કલબ દ્વારા ભીમેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે સીનીયર સીટીઝનોના ગ્રુપને સરકાર દ્વારા ચાલતા વેકસીન અભિયાન માટે માહિતગાર કરાવ્યા હતા અને વધુમાં વધુ લોકો આ વેકસીન ડ્રાઇવમાં ભાગ લે અને કોવિડ-19 સામે લડવા વેકસીન લે તે માટે પ્રોત્સાહીત કયર્િ હતા. ત્યાં ઉપસ્થિત બધા જ સીનીયર સીટીઝનોએ શપથ લીધા હતા કે તેઓ સ્વૈચ્છિક રીતે આ વેકસીન લેશે અને આપણા પોરબંદર જીલ્લાને અને સમગ્ર દેશ અને વિશ્ર્વને કોરોના મુકત બનાવવા મદદ કરશે. ભીમેશ્ર્વર મહાદેવ ખાતે સીનીયર સીટીઝનોના ગ્રુપના કેશુભાઇ મોઢા, ડો. જનકભાઇ પંડીત, મેરખીભાઇ રાતિયા, રાજાભાઇ ઓડેદરા, રામભાઇ ઓડેદરા, પુંજાભાઇ મોઢવાડિયા, ધનજીભાઇ તરખાલા, નરેન્દ્રભાઇ મોઢા, વસરામભાઇ બાપોદરા, મેરામણભાઇ મોઢવાડિયા અને મોટી સંખ્યામાં સીનીયર સીટીઝનો ઉપસ્થિત રહ્યા હતા. લાયોનેસ કલબના આ પ્રયાસને સૌ વડીલોએ સરાહના કરીને આવકાર્યો હતો અને વડાપ્રધાન મોદી તથા ગૃહમંત્રી અમીત શાહે પણ વેકસીનનો પહેલો ડોઝ લીધો છે ત્યારે સૌ સીનીયર સીટીઝનોને વેકસીન લેવા માટે પ્રોત્સાહીત કરીને જોડયા હતા. જેમાં લાયોનેસ કલબના સભ્યો પણ સાથે જ જોડાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS